ગઈકાલે આખા ગુજરાતમાં એક જ ચર્ચા હતી કે ધોરણ-12 સામાન્ય પ્રવાહના કમ્પ્યુટર વિષયનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે. જો કે હવે આ અહેવાલ બાબતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે સ્પષ્ટતા કરી છે અને જણાવ્યું છે કે, ધોરણ-12 સામાન્ય પ્રવાહના કમ્પ્યુટર વિષયનું પેપર બપોરના 3 કલાકથી 5.15 કલાકની વચ્ચે જ હતું. જે પરીક્ષા રાજ્યના પરીક્ષાના 606 બિલ્ડીંગોમાં યોજવામાં આવી હતી. જેમાં 1.08 લાખ જેટલા વિદ્યાર્થીઓ પેપર આપવા હાજર રહ્યા હતા.
બોર્ડે પોતાની વાતમાં આગળ જણાવ્યું કે વિદ્યાથીઓનો પ્રવેશ પરીક્ષાના બિલ્ડિંગ પર બપોરના 2.30 કલાકે થઈ ગયો હતો અને સોશિયલ મીડિયામાં ફરતા પેપર વિશેની માહિતી બોર્ડને બપોરના 4.45 કલાકે મળી હતી. ટ્વીટર ઉપર મળ્યું હતું, તે પેપરમાં કમ્પ્યુટર વિષયના 12 જેટલા પ્રશ્નો જોવા મળ્યા છે. વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત થઈ ગયા બાદ કોઈ તત્વએ આ પ્રકારની નકામી કાર્યવાહી કરવામાં આવી હોય તેમ જાણવા મળ્યું છે. બાકી બોર્ડનું પેપર લીક થયું નથી કે ફૂટ્યું નથી. પોલીસતંત્રને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા જાણ કરવામાં આવી છે.
યુવા નેતા યુવરાજસિંહએ ટ્વીટ કરી જણાવ્યુ હતુ કે, ‘આજરોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહ માં #કોમ્પ્યુટર_વિષયની પરીક્ષા વર્તમાન સમયમાં ચાલી રહી છે. મારા વોટ્સએપ નંબર સુધી જાગૃત નાગરિક દ્વારા આ #પેપરલીક થયાની માહિતી પોહચાડવામાં આવેલ છે. પેપર સાચું છે કે ખોટું તેની પુષ્ટિ હું કરતો નથી. વર્તમાન સમય દરમિયાન પેપર શરૂ છે? ૩થી ૬:૧૫’નીતા અંબાણીની ખુશીનો આ સમયે કોઈ પાર નથી રહ્યો, દરેક જગ્યાએ વહેંચી રહી છે મીઠાઈ, જાણો મોટું કારણકેટરીના કૈફ હવે સલમાન ખાન સાથે ક્યારેય જોવા નહીં મળે, પતિ વિકી કૌશલે ચોખ્ખી ના પાડી અને કહ્યું….નવી દયા બેનની શોધ હજુ પણ યથાવત! 6 વર્ષથી શોથી દૂર દિશા વાકાણીની વાપસી પર અસિત મોદીએ કહ્યું- મે તો કેટલી વખત કહ્યું પણ…દર વખતની જેમ જ આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા કોઈને કોઈ ભૂલને લઇ ચર્ચામાં તો રહી જ છે. તેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહના કમ્પ્યુટર વિષયનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હોવાના અહેવાલ સાચા તો છે જ પણ આ કોણે કારનામું કર્યું એ હવે પોલીસના હાથનો વિષય બનીને રહી ગયો છે.