મારે ઘર વેચવાનું હતું. રિયલ એસ્ટેટ બ્રોકર તરીકેની ઓળખાણ આપીને કિરણ પટેલે કહ્યું હતું કે રિનોવેશન બાદ ઘરના વધારે પૈસા મળશે. રિનોવેશન માટે ઘર આપીને હું જૂનાગઢ ગયો તો ખબર પડી કે તેણે રિનોવેશન કરાવીને ઘરની બહાર પોતાની નેમપ્લેટ લગાવીને નવેસરથી વાસ્તુ પણ કરી નાખ્યું હતું. મેં ઘર પાછું માગ્યું તો કેસ કર્યો અને કેસ પાછો ખેંચવા માટે પૈસા માગવા લાગ્યો.”

આ શબ્દો છે ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડાના મોટા ભાઈ અને એક સમયના દિગ્ગજ રાજકીય નેતા પેથલજી ચાવડાના પુત્ર જગદીશ ચાવડાના.

જમ્મુ કાશ્મીરમાં પીએમઓના એડિશનલ ડિરેક્ટર બનીને ઝેડ કૅટેગરીની સુરક્ષા સહિતની સરકારી સુવિધાઓ ભોગવનારા ઠગ કિરણ પટેલની ધરપકડ થઈ ગયા બાદ તેણે ગુજરાતમાં સંખ્યાબંધ લોકો સાથે કરેલી છેતરપિંડીના કિસ્સા હવે એક પછી એક જાહેર થઈ રહ્યા છે.

જગદીશ ચાવડાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં કિરણ પટેલ અને તેમનાં પત્ની ડૉ. માલિની પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ કેસના સંદર્ભમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કિરણ પટેલનાં પત્ની ડૉ. માલિની પટેલની 28 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી હોવાની પુષ્ટિ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ ચૈતન્ય માંડલિકે કરી હતી.

પરિવારમાં બે-બે દિગ્ગજ નેતાઓ હોવા છતાં રાજકારણથી દૂર રહેતા જગદીશ ચાવડા ક્યારેય તેમની વગનો ઉપયોગ કરતા ન હતા. એટલે લોકો ભાગ્યે જ તેમને ઓળખે છે.

મૂળ જૂનાગઢના જગદીશ ચાવડાએ પોતાના વ્યવસાય માટે અમદાવાદના શીલજ વિસ્તારમાં એક બંગલો બનાવ્યો હતો અને શહેરમાં એક ઑફિસ પણ ધરાવતા હતા.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, “મારી અને મારી પત્નીની ઉંમર થતાં અમે શીલજમાં આવેલી નીલકંઠ ગ્રીન સોસાયટીમાં આવેલો અમારો બંગલો વેચીને નાનકડા ઘરમાં રહેવા જવાનું વિચારતા હતા. બંગલો વેચવા માટે અમે અમારા કેટલાક પરિચિતોને પણ વાત કરી હતી.”તેમણે આગળ કહ્યું, “ઘણા લોકો અમારું ઘર જોવા પણ આવતા હતા. આ દરમિયાન એક દિવસ મારી પત્ની પર કિરણ પટેલનો ફોન આવ્યો. ફોન પર વાત થયા બાદ મળવાનું નક્કી થયું અને અમે અમારા ઘર પાસે આવેલા ‘ટી-પોસ્ટ’ કાફેમાં મળ્યા.”જગદીશ ચાવડાના કહેવા પ્રમાણે, કિરણ પટેલે તેમને પોતે ‘ટી-પોસ્ટ કાફે’માં ભાગીદાર હોવાનું જણાવ્યું હતું અને પોતે શોખથી રિયલ એસ્ટેટ બ્રોકર તરીકે કામ કરતો હોવાનું જણાવ્યું હતું.કિરણ પટેલ : કાશ્મીરમાં ‘PMOના અધિકારી’ બનીને ઝેડ પ્લસ સુરક્ષા મેળવનાર ગુજરાતી ‘ઠગ’ ખરેખર કોણ છે?’ઠગ’ કિરણ પટેલ, કાશ્મીર પ્રવાસ અને ઝેડ પ્લસ સિક્યોરિટી – એ પ્રશ્નો જેના જવાબ હજુ મળ્યા નથી

હવે હું જોઉં છું કે તમે આ ઘર કેવી રીતે વેચી શકો છો!’જગદીશભાઈ પોતાનો બંગલો વેચવા માગતા હોવાથી તેઓ કિરણ પટેલને પોતાનું ઘર બતાવ્યું હતું.તેમણે કહ્યું, “ઘર જોયા બાદ કિરણ પટેલે મને એમ કીધું કે જો હું ઘરને રિનોવેટ કરાવીશ તો વધુ પૈસા મળશે પણ મને તેની વાત માનવામાં આવી નહીં. એ દિવસ પછી અમે બેથી ત્રણ વખત ‘ટી-પોસ્ટ’ પર મળ્યા. જ્યાં તેણે મને કહ્યું હતું કે તે વડા પ્રધાન કાર્યાલયમાં કામ કરે છે અને સિક્રેટ મિશન પર છે.”આ સાથે જ કિરણ પટેલે જગદીશભાઈને દિગ્ગજ નેતાઓ સાથેના ફોટો બતાવ્યા. ફોટા જોઈને જગદીશભાઈને લાગ્યું કે તેની ઓળખાણ હોઈ શકે છે.જગદીશભાઈ જણાવે છે, “એ પછી કિરણ મારા ઘરે ઇન્ટિરિયર ડિઝાઇનરને લઈને આવ્યો અને હું કંઈ કહું એ પહેલાં જ કામ શરૂ કરી દીધું. મેં જ્યારે પૂછ્યું તો એણે કહ્યું કે 90 દિવસમાં કામ પૂરું થઈ જશે. તેણે પૂરજોશમાં કામ ચાલુ કરી દીધું હોવાથી મેં તેને ઘરની ચાવી પણ આપી દીધી અને હું અને મારા પત્ની એક મિત્રના ઘરે રહેવા ચાલ્યા ગયા.”થોડાક દિવસ બાદ જગદીશભાઈએ જૂનાગઢ જવાનું નક્કી કર્યું અને જતાં પહેલાં કિરણ પટેલને મળ્યા હતા. આ મુલાકાત વિશે તેઓ કહે છે, “એ સમયે તેણે મને કહ્યું હતું કે તમે જ્યારે પાછા આવશો ત્યારે ઘર તૈયાર થઈ ગયું હશે. થોડાક સમય સુધી હું પાછો ન આવ્યો અને એક દિવસ મારા પાડોશીએ મને કહ્યું કે તમારા ઘરની બહાર બીજાના નામનું પાટિયું લાગી ગયું છે અને બીજા દિવસે પાછો ફોન આવ્યો કે તમારા બંગલાનું આજે વાસ્તુ-પૂજન રાખ્યું છે.”આ સાંભળીને જગદીશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. ફોન આવતાં જ તેઓ સીધા અમદાવાદ દોડી આવ્યા અને પોતાના બંગલા પર જતા ત્યાં નવું તાળું જોવા મળ્યું. બીજા દિવસે કિરણ પટેલ અને તેમનાં પત્ની જગદીશભાઈની ઑફિસે પહોંચ્યાં હતાં.આ વિશે જગદીશભાઈ કહે છે, “ઑફિસે આવીને તેણે મને ઇમોશનલ બ્લૅકમેલ કરવાનું શરૂ કર્યું. ભાજપના બે-ત્રણ નેતાઓને ફોન લગાવીને સ્પીકર પર વાત કરાવી. મને એ લોકોના અવાજમાં પણ ગડબડ લાગી અને જે શરૂઆતથી શંકા હતી તે હવે મજબૂત થઈ ગઈ કે આ માણસ જૂઠ્ઠો જ છે. તેથી મેં ગેરકાયદેસર ઘૂસણખોરીની ફરિયાદ નોંધાવી.””ફરિયાદ નોંધાવ્યા બાદ તેણે મને ધમકી આપી હતી કે ‘હવે હું જોઉં છું કે તમે આ ઘર કેવી રીતે વેચી શકો છો!’ અને બે દિવસ બાદ કોર્ટમાં કેસ કર્યો કે મેં આ બંગલો તેને વેચી દીધો છે અને હવે તેનો કબજો સોંપી રહ્યો નથી. “


કિરણ પટેલ : ભાજપના પૂર્વ મંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાનો આરોપ શો છે?

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *