સુરતના સચિન વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થાનિક પોલીસની ખોલી ભ્રષ્ટાચારની પોલ
લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે ચાર બુટલેગરોની કરી ધરપકડ
સુરતના સચિન વિસ્તારમાં પોલીસના દરોડા, અધધ. 8424 બોટલ દારૂના જથ્થા સાથે 4 બુટેગરોની ધરપકડ
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી ખાલી કાગળ પર જ ચાલી રહી છે. તેવી જ એક ઘટના સુરતના સચિન વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે.સુરતમાં દારૂબંધીનો આંચળોગાંધીના ગુજરાતમાં દારૂબંધી ખાલી કાગળ પર જ ચાલી રહી છે. તેવી જ એક ઘટના સુરતના સચિન વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે.સુરતમાં દારૂબંધીનો આંચળોગાંધીના ગુજરાતમાં દારૂબંધી ખાલી કાગળ પર જ ચાલી રહી છે. તેવી જ એક ઘટના સુરતના સચિન વિસ્તારમાંથી સામે આવી રહ્યો છે.સુરતમાં દારૂબંધીનો આંચળોઓઢીને કાર્યવાહી કરવાનું શહેર પોલીસનું નાટક સ્ટેટ મોનિટરીંગ સેલે ઉઘાડું પાડ્યું છે. સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે સચિન નજીક ભાટીયા કચોલી ગામના ખુલ્લા ખેતરમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે.આ સાથે જ સ્ટેટ મોનિટરીંગ સેલે ચાર લોકોની ઘરપકડ કરવામાં આવી છે.જયારે 8 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે દરોડા પાડીને સચિનના ભાટીયા કચોલી ગામના ખુલ્લાં ખેતરમાં વેચાણ માટે મુકેલા રૂપિયા 9,70,440ની કિંમતનો દારૂ પકડી પાડ્યો છે.જેમાં 8424 બોટલો ઝડપી પડ્યા છે.સ્ટેટ મોનિટરીંગ સેલની કાર્યવાહીના પગલે સચિન પોલીસ સ્ટેશનમાં દોડધામ મચી ગઈ હતી. સચિન પોલીસ સ્ટેશનની હદમાં આટલી મોટી માત્રામાં દારૂ ઝડપાતા પોલીસના ભ્રષ્ટ્રાચાર પરથી પડદો ઉઠી ગયો છે.
પકડાયેલા આરોપી
ગણેશ રવિચંદ્ર રાણા (રહેવાસી, સુરત),
ધર્મેશ રવજી રાઠોડ,
પિયુષ મુકેશ રાઠોડ,
ઉકા કાલીદાસ રાઠોડ (રહેવાસી. ગામ-ભાટીયા, સચિન, સુરત)
વોન્ટેડ આરોપી
અલ્પેશ ઉર્ફે જાડો જગદીશ રાણા (જેણે મુદ્દામાલનો આદેશ આપ્યો હતો, રહે. સલાબતપુરા), રાજેશ કિરણ રાઠોડ, આકાશ જગુ રાઠોડ, મયુર ભરત રાઠોડ, રવજી નાથુ રાઠોડ (રહે. ભાટિયા, સચિન), બ્રાઉન મારુતિ અર્ટિગા કારનો ડ્રાઈવર સરફરાઝ, અજાણ્યો મારુતિ અર્ટિગા કારનો ચાલક, અજાણ્યો સ્ક્રૉસ કારનો ડ્રાઈવર.
રિપોટૅર
સુનિલ ગાંજાવાલા
સુરત