સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકા ના ભાણેજડા ગામે વીજળી પડવાથી એક યુવાન નું અને 4 પશુમાં થયા મૃત્યુ
ચુડાનાં ભાણેજડા ગામે વીજળી પડવાથી એક યુવાનનું મૃત્યુ નીપજ્યું.
કુલદીપભાઈ ભીખુભાઈ ભાંભળા નામનાં ૨૦ વર્ષના યુવકનું સ્થળ પર જ મોત થયું..
સવારે ૭ વાગ્યાનાં સમયગાળા દરમ્યાન પોતાનાં પશુ ગાય, ભેંસ ચડાવવા માટે પોતાના ઘરેથી નીકળ્યા હતા.
ભાણેજડા ગામની સીમમાં તેઓ ઢોર ચલાવતાં હતાં ત્યારે જ સવારે ૯.૧૫ નાં સમય દરમ્યાન વીજળી પડવાથી તેઓનું સ્થળ પર જ મોત થયું હતું.
તેમજ ચાર પશુ પણ મૃત્યુ પામ્યાં હતાં જેમા ૩ ભેંસ અને ૧ ગાયનું પણ સ્થળ પર જ મૃત્યુ થયું હતું.
કુલદીપભાઈ ભીખુભાઈનાં પાર્થિવદેહને પી.એમ. માટે ચુડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
રિપોર્ટર
ભરતસિંહ પરમાર
ચુડા
જિ. સુરેન્દ્રનગર