મા શ્રી રાઘવજીભાઈ પટેલ
મા કૃષિમંત્રીશ્રી, ગુજરાત રાજય.

ગુજરાતમા આપની સરકારમાં નબળા-હલકા અને અનઅધિકૃત બિયારણ-ખાતર અને જંતુનાશક દવાનો ખુબ મોટા પાયે વેપાર થઈ રહ્યો છે…


આ અંગે અનેકવાર આપણી સમક્ષ કાગળ ઉપર રજૂઆત અને ફરિયાદ કરેલ છે છતાં રજૂઆત ઉપર કોઇ તપાસ કે પગલા લેવામાં આવેલ નથી અને પ્રતિદિન આ આવી પ્રવૃત્તિ વધી રહી છે ગુજરાતના ખેડૂતો આર્થિક નુકશાનીનો ભોગ બની રહ્યા છે..
આ સાથે વધુ એક કિસ્સો આપની સમક્ષ મૂકીને ત્વરીત પગલા ભરવા વિનતિ છે..
NPK DAP URIA ઉપલબ્ધ છે..
Contact Number 8140350912
Price: 1000 N.P.K 1000 D.A.P 200 Urea
12-32-16. 18-46-0.
ઘરે ડિલીવરી
સ્થળ : Ahmedabad. 380015, Contact Number 8140350912 કોલ કરો..

આ બોગસ ખાતર સપ્લાયર સોશ્યલ મીડીયા મારફતે સરકારના કોઇ ડર વગર જાહેરાત પણ કરે છે

અગાઉ પણ આપને જાણ કરી હતી પરંતુ ખેદ વ્યક્ત કરું છું તંત્ર તરફથી કોઇ પગલા લેવામાં આવતા નથી..

એક સામન્ય સવાલ ગુજરાતમાં ચર્ચાનો છે કે આ વિગત આપ નાગરિકો સુધી પહોંચે છે તો સરકારી તંત્ર અને સરકાર કેમ અજાણ અને નિષ્ક્રિય છે ?

ત્વરિત પગલાં ભરવામાં આવે તે જરૂરી…


મનહર પટેલ
પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ
તા.૨૫.૧૧.૨૦૨૩


નબળા-હલકા અને અનઅધિકૃત ખાતરને અને જંતુનાશક દવાના મોટા પાયે થતા વેપારને લઈને ગુ.રાજ્યના મા.શ્રી કૃષિ મંત્રીને સત્વરે પગલા ભરવા ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા, મનહર પટેલે કરી માંગ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *