*આપ શ્રી દ્રારા અમોને યોગ્ય ન્યાય નહી મળે તો અમો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ના નિવાસ સ્થાને અમારા પરિવાર તેમજ પશુઓ સાથે રજુઆત કરવા જઈશુ.*

પશુપાલન બચાવો સંમિતિ

પ્રમુખ :- નાગજીભાઈ દેસાઈ મો.૯૬૮૭પર૩૫૮૮

કાર્યલય:- ૧૦૩,કેસર નિવાસ,ચોઈસ ઈલેકટ્રોનિકસ ની
બાજુમાં,બાપુનગર ચાર રસ્તા,અમદાવદ.૩૮૦૦૨૪

તા.૨૮/૧૧/૨૦૨૩

આવેદન પત્ર

પ્રતિશ્રી મેયર શ્રી

અ.મ્યુ.કો.

આજ રોજ પશુપાલન બચાવો સમિતિના પ્રમુખ નાગજીભાઈ દેસાઈ સહિત ના અન્ય આગેવાનો તેમજ હજારો પશુપાલકો ગુજરાત અને અમદાવાદ થી આપનો રૂબરૂ તેમજ લેખિતમાં પશુપાલકોની નીચે જણાવેલ પ્રશ્નો ની રજુઆત કરીએ છીએ. અમો આશા રાખીએ છીએ.આપશ્રી દ્રારા અમોને યોગ્ય ન્યાય મળશે અને આપના દ્રારા અમોને યોગ્ય ન્યાય નહી મળે તો અમો ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ના નિવાસ સ્થાને અમારા પરિવાર તેમજ પશુઓ સાથે રજુઆત કરવા જઈશુ.

પશુપાલકોની માંગણીઓ

૧) ટેક્ષ બીલ,લાઈટ બીલ,વેચાણ કરાર ભાડા કરાર,જેવા પુરાવાના આધારે ઘરે તથા વરંડામાં પશુ રાખવાનુ લાયસન્સ આપવુ જોઈએ

2) આપના દ્રારા માત્ર દુધ વેચનારને દસ્તાવેજ વાળી જગ્યા જોઈએ તેવુ ફોર્મ માં દર્શાવ્યામાં આવુ છે તો આ માત્ર દુધનો ધંધો કરતા નેજ લાગુ પડે કે કટલરી ની દુકાનદારને, પાર્લર ની દુકાનદારને, કરીયાણાની દુકાનદારને,તેમજ કોઈ મોટા શો-રૂમ વાળાને લાગુ પડે.

3) અ.મ્યુ.કો દ્વારા વર્ષ ર૦૧પ થી વર્ષ ર૦૨૧ સુધી અમારી જોડે થી પશુ દિઠ રજીસ્ટ્રેશન નોંધણી કરવાના રૂ।.૨૦૦/- લેખે આપ દ્રારા લઈને અમોને અ.મ્યુ.કો.ને પૈસા ભર્યાની રસીદો આપવામાં આવેલ છે. તો અમારુ રજીસ્ટ્રેશન માન્ય રાખવો અથવા અમારા રૂા.ર૦૦/ લેખે કરોડો રૂપિયા જમા છે. તે રસીદોના આધારે પરત આપો.

४) દિન પ્રતીદીન અમદાવાદ શહેરમાં ગામડાઓ ભેડવાના બંધ કરો વર્ષ ર૦૨૧ માં અમદાવાદ શહેરમાં ૩૪ ગામો ભેડવેલા મુકત કરો અથવા પશુપાલકોની વસાહતો બનાવીને આપના નિયમ મુજબ પશુપાલકો જોડે,નાણા વસુલ કરી નવી વસાહતો ઉભી કરો.

4) રોડ રસ્તા ઉપર આવતા પશુઓને ડબ્બામાં પુરો જેથી નિર્દોષ રાહદારીઓને અકસ્માતમતો નો ભોગના બને આ આંદોલન રોડ ઉપર રખડતા પશુ માટે નથી.

લિ.નાગજીભાઈ દેસાઈ પ્રમુખ પશુપાલન બચાવો સંમિતિ


પશુપાલન બચાવો સમિતિ

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *