દિલ્હી ખાતેથી ચોરી કરેલ ફોરવ્હીલ ગાડીઓ ગુજરાતમાં વેચાણ કરતા આરોપી ને ૦૩ લક્ઝુરિયસ ગાડીઓ સાથે પકડી પાડતી અમદાવાદ શહેર, ક્રાઈમ બ્રાન્ચ
અમદાવાદ શહેર ક્રાઇમબ્રાન્ચ ના અધિક પોલીસ કમિશ્નરશ્રી નિરજ બડગુજર સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નરશ્રી ચૈતન્ય આર. મંડલીક સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નરશ્રી બી.એ.પટેલ સાહેબ નાઓએ આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી.બી.આલ તથા પોતાની ટીમના પો.સ.ઈ. શ્રી જે.વાય.પઠાણ તથા પો.સ.ઇ. શ્રી વી.એન.પરમાર ટીમના માણસો દ્રારા મિલકત સબંધી ગુનાઓ અટકાવવા તેમજ ઘરફોડ ચોરી અને વાહન ચોરી કરતા ઇસમોને શોધી કાઢવા સારુ પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન પો.સ.ઇ. શ્રી જે.વાય.પઠાણ ની ટીમને મળેલ બાતમી હકીકત આધારે તા.૨૬/૧૨/૨૦૨૩ ના રોજ નાના વિસત સર્કલ, ચાંદખેડા ખાતેથી ભાવેશ S/O રમેશભાઇ બાલુભાઇ જાતે ગોહીલ ઉ.વ:-૨૩ રહે:- મ.નં બી/૭૯ અંબિકાનગર કોઠીયા હોસ્પીટલની સામે ઉત્તમનગર નિકોલ રોડ નિકોલ અમદાવાદ શહેર મુળવતન ગામ:- ડોળાસા મોચી શેરી તા:-કોડીનાર જી:-ગીર સોમનાથને હ્યુન્ડાઇ ક્રેટા ગાડી સાથે ઝડપી લીધેલ છે.
સદરી ઇસમને તેની પાસેથી મળી આવેલ ક્રેટા ગાડી સંબંધે પુછતા જણાવેલ કે પોતે, રવિ રતનભાઈ સોલંકી રહે.ચાંદખેડા તથા ઇલીયાસ ઉર્ફે ઘડીયાલી ઉર્ફે હાફીઝજી રહે. શાહપુર જે ગાડીઓ લે-વેચનો ધંધો કરતા હોય તેની પાસે છેલ્લ પાંચેક માસથી ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. તેમજ આ બન્ને જણા દિલ્હી ખાતેથી આમીરખાન નામના
માણસ પાસેથી ચોરીની ગાડીઓ મેળવી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરે છે.
રવિ સોલંકી પોતાને ફલાઇટમાં દિલ્હી ખાતે મોકલી જ્યાં આમીરખાન વ્યક્તિ પોતાને
દિલ્હીમાંથી ચોરી કરેલ ફોરવ્હિલ ગાડી આપે તે ગાડી ચલાવી લાવી અમદાવાદ ખાતે
આવી રવિ તથા ઇલીયાસ નામની વ્યક્તિને આપી દેતો હતો પોતે ક્રેટ સિવાય બીજી બે
ગાડીઓ ફોર્ચુનર તથા કીઆ સેલ્ટોસ લાવેલ છે. જે ગાડીઓ રવિ સોલંકી તથા ઇલીયાસ
ઘડીયાલીએ મીલનરાજસિંહ ઉર્ફે રાજ રાજપુત મારફતે અલગ અલગ જગ્યાએ વેચાણ
આપેલ હોવાની હકિકત જણાવેલ.
સદરી પકડાયેલ ભાવેશ ગોહિલ પાસેથી મળી આવેલ ક્રેટા તથા અમદાવાદ શહેર ખાતે વેચાણ આપેલ કીઆ સેલ્ટોસ તથા સુરત શહેર ખાતે વેચાણ આપેલ ફોર્ચુનર ગાડીઓ મેળવી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ છે.
(૧) ટૉયોટો ફોર્ચ્યુનર કિ.રૂ.૨૦,૦૦,૦૦૦/-
(૨) કીઆ સેલ્ટોસ કિ.રૂ. ૧૫,૦૦, ૦૦૦-
(3) ધુનડા ડેટા ડી.3.08,00,000/-
કુલ કિ.રૂ.૪૩,૦૦,૦૦૦/- (તેતાલીસ લાખ) નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
રવિ સોલંકી તથા ઇલીયાસ ઘડીયાલી બન્ને જણા દિલ્હી ખાતેથી આમીરખાન નામની વ્યક્તિ પાસેથી ચોરીની ગાડી ખરીદ કરી લાવી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ ગાડીની એન.ઓ.સી. થોડા દિવસમાં આવી જશે તેમ જણાવી વેચાણ આપી નક્કી થયેલ ભાવના ૬૦% રૂપિયા એડવાન્સ લઇ બાકીના ૪૦% રૂપિયા એન.ઓ.સી. આવેથી આપવાનુ જણાવી ગ્રાહકને ગાડી વેચાણ આપી એન.ઓ.સી.આપતા નહી. હાલ રવિ સોલંકી તથા ઇલીયાસ ઉર્ફે ઘડીયાલીની શોધખોળ ચાલુ છે. તેમજ મિલનરાજસિંહ ઉર્ફે રાજપુત મુંબઇ ક્રાઇમ બ્રાન્ચમાં ફોરવ્હિલ ચોરીના ગુનામાં પકડાયેલ છે.
દિલ્હી શહેરના શોધી કાઢેલ ગુનાઓ ની વિગત
(૧) ગ્રેટર કૈલાસ સાઉથ ડિસ્ટ્રીકટ પોલીસ સ્ટેશન FIR NO 036658 /2023 IPC 379
(2) મુંડા પોલીસ સ્ટેશન FIR NO 004471/2023 IPC
(3) પાંડવનગર પોલીસ સ્ટેશન FIR નં. 025656/2020IPC 379
અહેવાલ, રાકેશ પંચાલ
તેજ નેત્ર ન્યૂઝ, અમદાવાદ