આજરોજ મહાનગર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પદાધિકારીશ્રીઓ, આગેવાનો, વિધાનસભા તેમજ કોર્પોરેશનમાં ચૂંટણી લડેલા ઉમેદવારો ભાજપામાં વિધિવત જોડાયા.

કર્ણાવતી મહાનગર મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે.

કે આજરોજ મહાનગર ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પદાધિકારીશ્રીઓ, આગેવાનો, વિધાનસભા તેમજ કોર્પોરેશનમાં ચૂંટણી લડેલા ઉમેદવારો મહાનગરના અધ્યક્ષશ્રી અમિતભાઈ પી શાહ, રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, પ્રદેશ સહ કોષાધ્યક્ષશ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, રાજ્યસભા સાંસદ અને ગાંધીનગર લોકસભાના પ્રભારીશ્રી મયંકભાઇ નાયકજીની પ્રેરક ઉપસ્થિતિમાં ભાજપનો કેસરીયો ધારણ કર્યો હતો.

આ પ્રસંગે માંડલ વિધાનસભા પરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ૩ વખત ચુંટણી લડેલા અને પૂર્વ મહામંત્રી પ્રદેશ કોંગ્રેસ
(1) શ્રી જયંતીભાઈ બી પટેલ (જે.બી.પટેલ),

(પૂર્વ મંત્રી પ્રદેશ કોંગ્રેસ)
(2) શ્રી રામભાઈ ભરવાડ,

( મહામંત્રી અમદાવાદ કોંગ્રેસ)
(3) શ્રી વિજયભાઈ આચાર્ય,

(પૂર્વ પ્રમુખ સરખેજ વોર્ડ કોંગ્રેસ)
(4) શ્રી રમેશભાઈ ઉર્ફે ગુલાબભાઇ ભરવાડ,

(આમ આદમી પાર્ટીના નારણપુરા વિધાનસભાના ઉમેદવાર)
(5) શ્રી પંકજભાઈ પટેલ,

(નવા વાડજ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર)
(6) શ્રી અમીબેન શાહ,

(રાજપૂત સમાજના આગેવાન)
(7) શ્રી ડૉ.હરિસિંહ બળદેવસિંહ ચૌહાણ,

(જમાલપુર-ખાડિયાના લિયાકતભાઈ ઘોરીના પૌત્ર)
(8) અમીક મહેબૂબ ઘોરી,

તેમના મોટી સંખ્યામાં સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા.

આ પ્રસંગે જોડાયેલા મહાનુભાવોએ એક સુરમાં જણાવ્યું કે ૩૭૦ની કલમની નાબુદી અને રામલલ્લાની ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા તથા સમગ્ર વિશ્વમાં ભારતની શાખમાં જે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના કાર્યકાળમાં વધી છે અને વિકાસના જે કામો થયા છે તેનાથી પ્રેરાઈને કોઈ પણ આશા- અપેક્ષા વગર ભાજપમાં જોડાવા પ્રેરાયા છીએ અને ભાજપ પાર્ટી જે પણ કામગીરી સોંપશે તે નિષ્ઠાપૂર્વક પરિપૂર્ણ કરીશું

આજના આ પ્રસંગે મહામંત્રીશ્રી અને ધારાસભ્યશ્રી જીતુભાઇ પટેલ, ધારાસભ્યશ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી અમિતભાઇ ઠાકર, મહામંત્રીશ્રી ભૂષણભાઈ ભટ્ટ, શ્રી પરેશભાઈ લાખાણી, સામાજિક અગ્રણીશ્રી કમલેશભાઈ ત્રિપાઠી તેમજ કાર્યકર્તાશ્રીઓએ તમામ આગેવાનોને ભાજપમાં આવકાર્યા હતા.

અહેવાલ, ભરતપટેલ
તેજ નેત્ર ન્યૂઝ, (એડિટર)

(નિકોલ વિધાનસભા)
(મીડિયા ઇન્ચાર્જ)


ભાજપ કાર્યાલય ખાનપુર ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના પદાધિકારીશ્રીઓ, આગેવાનો, વિધાનસભા તેમજ કોર્પોરેશનમાં ચૂંટણી લડેલા ઉમેદવારો ભાજપામાં વિધિવત જોડાયા.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *