મોરબીમાંથી દારૂનું ગોડાઉન ઝડપાયું સ્ટેટ મોનિટરિંગ સેલે ફ્રૂટ્સ એન્ડ મીઠાના બોક્સમાંથી દારૂની 61000 બોટલ ઝડપી રૂપિયા 2.18 કરોડના મુદ્દામાલ કર્યો જપ્ત.
SMC ની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાજ્ય પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા અભિનંદન પાઠવીને અધિકારીઓ અને કર્મચારીઓને ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ
લોકસભા ચૂંટણી પહેલા મોરબીમાં મોડીરાત્રે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વિદેશી દારૂનું ગોડાઉન ઝડપ્યું છે.
SMCએ ફ્રૂટ્સ અને મીઠાનાં બોક્સમાંથી દારૂની 3210 પેટી જપ્ત કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં દારૂની 61,000 બોટલ સાથે ₹2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 10 આરોપીની ધરપકડ કરી છે.
લોકસભા ચૂંટણી પહેલા મોરબીમાં મોડીરાત્રે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વિદેશી દારૂનું ગોડાઉન ઝડપ્યું છે. SMCએ ફ્રૂટ્સ અને મીઠાનાં બોક્સમાંથી દારૂની 3210 પેટી જપ્ત કરી છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડામાં દારૂની 61,000 બોટલ સાથે ₹2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 10 આરોપીની ધરપકડ કરી છે.
10 આરોપીને ઝડપી પાડયા
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલી લાલપર એસ્ટેટ તરીકે ઓળખાતી જગ્યામાં શ્રીરામ ગોડાઉનમાં ગઈ કાલે રાત્રે ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડયા હતા. દરોડા દરમિયાન સ્ટેટ મોનીટરીંગ સેલે 10 આરોપીને ઝડપી પડ્યા હતા.
2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો
SMCના Dy.sp કે.ટી.કામરિયાએ જણાવ્યું હતું કે અમદાવાદના જિમિત શંકરલાલ પટેલ નામના શખસે લાલપરના ભવાનીસિંહ પાસેથી પાંચ મહિના પહેલાં ગોડાઉન ભાડે રાખી દારૂનું મોટા પ્રમાણમાં કટિંગ કરવાનું શરૂ કર્યું હોવાની બાતમી SMCને મળતાં ગોડાઉન ખાતે દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં દારૂની 61,000 બોટલ હતી, જેની કિંમત 1.51 કરોડ જેટલી થાય છે. આ ઉપરાંત 7 જેટલાં વાહનો સ્થળ પરથી મળ્યાં છે, જેની કિંમત 66.55 લાખ થાય છે તેમજ 10 મોબાઈલ સહિત કુલ રૂપિયા 2.18 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મોરબી પોલીસ અંધારામાં કેમ?
SMCના Dy.sp વધુમાં જણાવ્યું હતું કે અમદાવાદના જિમિત પટેલ નામના આરોપી દ્વારા રાજસ્થાનના ભરત મારવાડી અને રાજા રામ મારવાડી પાસેથી દારૂ મગાવી બાદમાં અહીં મોરબી, વાંકાનેર, હળવદ, થાન અને ચોટીલા સહિતના વિસ્તારોમાં એનું વેચાણ કરવામાં આવતું હોવાની કબૂલાત પકડાયેલા આરોપીઓએ કરી હતી. આરોપી જિમિતે કચ્છના રમેશ પુંજા પટ્ટણી નામના શખસને દારૂના ધંધામાં કેશિયર તરીકે નોકરીએ રાખ્યો હોવાનું અને બધો જ વહીવટ રમેશ કરતો હોવાનું તપાસમાં ખૂલ્યું છે.હાલમાં SMCએ રમેશની પૂછપરછ કરતાં અઠવડિયામાં બે ગાડીનું કટિંગ કરવાં આવતું હોવાની કબૂલાત આપી હોવાનું ડીવાયએસપી કામરિયાએ જણાવ્યું હતું. જોકે આટલા મોટે પાયે દારૂનું કટિંગ થતું હોવા છતાં સ્થાનિક પોલીસ કેમ અંધારામાં રહી એ તપાસનો વિષય બન્યો છે.