સમાજના કિકાણી પરિવાર દ્વારા 28 વર્ષીય મહિલાના અંગોનું દાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું..
Views: 497
6 0
Spread the love

Read Time:7 Minute, 8 Second

સમાજના કિકાણી પરિવાર દ્વારા 28 વર્ષીય મહિલાના અંગોનું દાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું..

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન , પી.પી.સવાણી હોસ્પિટલ અને પટેલ સમાજના યુવા આગેવાનોના સંયુક્ત પ્રયાસોથી પરીવાર દ્વારા અંગદાન થકી માનવતાનું શ્રેષ્ઠ કાર્ય કરાયું.

દર્દી: પીનલબેન મૌલિકભાઈ કિકાણી (ઉ.28 વર્ષ)
રહે: શ્રી રેસીડેન્સી, મોટા વરાછા ,સુરત
મુળ ગામ: પુંજાપાદર , તા: લીલીયા જી: અમરેલી

પરિવાર :
પીનલબેન મૌલિકભાઈ કિકાણી (દર્દી)
મૌલિકભાઈ કાનજીભાઈ કિકાણી (પતિ)
જેમને સંતાનમાં ટ્વિન્સ છે દીકરો હેતાંશ અને દીકરી હિરવા (7 વર્ષ) ધો.1માં અભ્યાસ કરે છે

યોગેશભાઈ કાનજીભાઈ (મોટાભાઈ) જેઠ
ધર્મિષ્ઠાબેન યોગેશભાઇ (ભાભી) જેઠાણી
સસરા: કાનજીભાઈ મુળજીભાઈ કિકાણી
સાસુ: મંજુલાબેન કાનજીભાઈ કિકાણી

દર્દીના પિતા: નંદલાલ છગનભાઇ કોલડીયા
માતા: દયાબેન નંદલાલ કોલડીયા
ભાઈ: કિશન નંદલાલ કોલડીયા
મામા: પ્રદીપભાઈ પડસાળા
મામા: ડૉ. મુકેશભાઈ પડાસાળા

સુરત,
તા. 24 માર્ચ 2024 ના રોજ સવારે 10 વાગ્યે પોતાના બાળકોને ટ્યુશનમાંથી મૂકીને પીનલબેન ઘરે આવ્યા હતા. ઘરે આવતા જ સાસુને ફરિયાદ કરી હતી કે મને મારી તબિયત ઠીક લાગતી નથી એટલું કહી પોતાના બેડરૂમમાં જતા રહ્યા હતા. જ્યારે ફરી બાળકોને ટ્યુશનમાંથી લેવા જવાનું સમય થયો ત્યારે તેમના સાસુ દ્વારા તેઓને જગાડવાનો ગયા ત્યારે જાગ્યા ન હતા અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ દરવાજો અંદરથી લોક હતો એટલે બાજુમાં રહેતા સંજયભાઈ પદમાણી ને તેઓએ બોલાવ્યા હતા તેમને અજુગતું લાગતા તેઓએ તાત્કાલીક દરવાજો તોડ્યો હતો અને બેડરૂમની અંદર પ્રવેશતા સાસુએ જોયું તો પીનલબેન ખૂબજ ગંભીર પરિસ્થિતિમાં લાગતા હતા એટલે તેઓએ તેમના બંને દીકરા મૌલિક અને યોગેશ ને ટેલીફોનિક જાણ કરી હતી અને ઘરેથી તાત્કાલિક સુરત, વરાછા રોડ,ખાતે પીપી માણીયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા જ્યા પીનલબેનની પરિસ્થિતિ જોતા આઈ.સી.યુ. માં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી.
આશરે ચાર દિવસની સારવાર કર્યા બાદ દર્દીને ડો. સંકેત ઠક્કર, ડો આયુષ ગોળકીયા, ડો. મિતલ કોઠારી, ડૉ.શૈલેષ દેસાઈ, ડો જયદીપ હિરપરા દ્વારા તેઓને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.

પીનલબેનને બ્રેઇનડેડ જાહેર કરાતા દર્દીના મામા પ્રદીપભાઈ દ્વારા તેમના ભાઈ ડો. મુકેશ પડસાળા નો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેવોએ તાત્કાલીક જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર પી.એમ. ગોંડલીયા, વિપુલ તળાવિયા, ડો. નિલેશ કાછડીયા નો સંપર્ક કર્યો હતો.

બ્રેઈનડેડની પરિસ્થિતિમાં શું કરી શકાય એ માટે મામા પ્રદીપભાઈ પડસાળા, ડો. મુકેશભાઈ પડસાળા, દર્દીના જેઠ યોગેશભાઈ કિકાણી અને દર્દીના પિતા નંદલાલ કોલડીયા દ્વારા રાત્રે 2.30 વાગ્યે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ સાથે વિસ્તૃતમાં માહિતી મેળવી અને સાથે મળી ઘણી ચર્ચાઓ કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અંગદાન માટેની સંમતિ આપી હતી.
પરિવારના મામા પ્રદીપભાઈ અને ડો. મુકેશભાઈ પડસાળાએ સમગ્ર પરિવારને એક જૂથ કરી અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા.

     અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતી મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા પી.પી.માણીયા હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટો માં રજિસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 
     પી.પી.માણિયા હોસ્પિટલના ડૉ. નિલેશ માણિયા તથા પટેલ સમાજના યુવા આગેવાન ડૉ. મુકેશ પડસાળા, પ્રદીપભાઈ પડસાળા, યોગેશભાઈ કિકાણી, સંજય પદમાણી અને સૌ પરિવારજનોના સંયુક્ત પ્રયાસથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કિકાણી પરિવારના આ અંગદાનના સંકલ્પ અને વિચાર થકી બંને કિડની, લીવર, ચક્ષુઓ ના અંગોના દાન દ્વારા અન્ય 5 લોકોને ફરી નવજીવન મળ્યું.

        લીવર અને બંને કિડની અમદાવાદ અને બંને ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક, સુરત ના ડૉ. પ્રફુલભાઈ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા.

અંગદાન માટેની આ પ્રક્રિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પી.એમ.ગોંડલીયા, ડો. નિલેષ કાછડીયા, વિપુલ તળાવીયા, જસ્વીન કુંજડીયા, બિપિન તળાવીયા, હર્ષ પાઠક, વલ્લભભાઈ ચોથાણી, પી.પી.માણિયા હોસ્પિટલના ચેરમેન ડો. નિલેશ માણીયા, ડો. સંકેત ઠક્કર, ડો. આયુષ ગોળકીયા, ડો. મિતલ કોઠારી, ડો. શૈલેષ દેસાઈ, ડો. ભુપેન્દ્ર મકવાણા, ડો. મેહુલ કાબરીયા, ડૉ. રાકેશ અવૈયા, ડૉ. જયદીપ હિરપરા, રાજ માણિયા તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને કિકાણી પરિવારના સભ્યોના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું.

તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા સુરત થી અમદાવાદ સુધીનો 269kmનો ગ્રીન કોરીડોર નો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા.

જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા 12મુ અંગદાન કરવામાં આવ્યું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

સમાજના કિકાણી પરિવાર દ્વારા 28 વર્ષીય મહિલાના અંગોનું દાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું..

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *