સુરેન્દ્રનગર લોકસભા ૨૦૨૪ની સામાન્ય ચૂંટણી અંતર્ગત જીલ્લા પોલીસ વડા ડો.ગીરીશભાઈ પંડીયા ચુડા તાલુકાનાં ગામોમાં મતદાર મથકની મુલાકાત કરી હતી.
જેમાં ચુડા,ઝોબાળા, કારોલ મોજીદડ સહિતનાં સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા મુલાકાત કરીને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને તમામ ગામોનાં આગેવાનો સાથે જરૂરી ચર્ચા કરી હતી.
નોંધનીય છે કે લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪માં ૦૯-સુરેન્દ્રનગર સંસદીય મતવિસ્તારમાં એક પણ મતદાર મતદાનથી વંચિત ન રહે તે માટે તંત્ર દ્વારા સઘન આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે.
“હું મતદાન કરીશ” સૂત્ર અંતર્ગત લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪નું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે “સ્વીપ” અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
આગામી સમયમાં યોજાનાર ચૂંટણીમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા દ્વારા મતદાન જાગૃતિ અર્થે “મતદાન પ્રતિજ્ઞા સહી” ઝુંબેશ અંગે સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી.આ ઝુંબેશના માધ્યમથી મતદારો કોઈપણ જ્ઞાતિ, જાતિ ધર્મના ભેદભાવ વગર મતદાન કરે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો.
આ તકે તનકસિંહ રાણા, ઈશ્વરભાઈ માધર, અલ્પેશભાઈ શેખ,ઘનશ્યામભાઈ રોજાસરા, પ્રતાપભાઈ માત્રાળીયા, મહેશભાઈ ગોરભા,આરીફભાઈ તથા અગરસંગભાઈ વાળા સહિતનાં અગ્રણીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર
ભરતસિંહ પરમાર
સુરેન્દ્રનગર