એ.સી.બી.ની સફળ ડીકોય
ડીકોયર :- એક જાગૃત નાગરિક.
આરોપીઓ :- (૧) બળદેવભાઈ કાંતિભાઈ ચુનારા , હોમગાર્ડ, વટવા પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર.
(૨)નવીનચંદ્ર રૂપાજી ડામોર , અનાર્મ પો. કો. બ. ન. ૫૯૯૦ , વટવા પો સ્ટે. અમદાવાદ શહેર
(૩) અશ્વિનકુમાર કનૈયાલાલ બલાત , આર્મ પો. કો. (ડ્રાઈવર) બ. ન. ૧૪૩૯ , વટવા પો. સ્ટે. અમદાવાદ શહેર.
ગુનો બન્યા : તા.૦૩/૦૪/૨૦૨૪
લાંચની માંગણીની રકમ : રૂપિયા ૨૦૦/-
લાંચ સ્વીકારેલ રકમ :- રૂપિયા ૨૦૦/-
લાંચની રીકવર કરેલ રકમ :- રૂપિયા ૨૦૦/-
ગુનાનુ સ્થળ : – ગામડી ત્રણ રસ્તા . એસ. પી. રિંગ રોડ , વટવા , અમદાવાદ શહેર.
ગુનાની ટુંક વિગત :
આ કામે એ.સી.બી. ને માહિતી મળેલ કે, અમદાવાદ શહેર , જીલ્લા તથા સુરેન્દ્રનગર જિલ્લા ના વિસ્તારમાં પોલીસ અધિકારી/કર્મચારી, જી.આર.ડી., ટી.આર.બી. તથા વચેટીયા, રોડ ઉપર આવતા જતા વાહન ચાલકો પાસે કાયદેસરના કાગળો હોવા છતા, યેનકેન પ્રકારે બહાના કાઢી હેરાન કરી રૂ. ૨૦૦/- થી ૫,૦૦૦/- સુધીની લાંચ લેવામાં આવે છે. જે આધારે વોચ રાખી ડિકોયરશ્રીનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવેલ. જે લાંચના ડિકોય છટકા દરમ્યાન પોતાને સોંપવામાં આવેલ કામગીરી બહાર જઈ વાહન રોકી ઉપરોક્ત પૈકી આરોપી ન. ૧ ના ઓએ ડિકોયરશ્રી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ.૨૦૦/- ની લાંચની માગણી કરી, સ્વિકારી આરોપી ન. ૧ થી ૩ પકડાઇ જઇ એક બીજા ના મેળાપીપણામાં ગુનો કર્યા વિગેરે બાબત.
ડિકોય કરનાર અધિકારી : શ્રી ડી. બી. મહેતા, પોલીસ ઇન્સ્પેક્ટર તથા એ.સી.બી. સ્ટાફ , ફિલ્ડ ૩ , અમદાવાદ.
સુપર વિઝન અધિકારી શ્રી એ. વી. પટેલ, મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ ૩ (ઇન્ટે. વિગ) અમદાવાદ
રૂ.200ની લાંચ લેતા ઝડપાયા, બે કોન્સ્ટેબલે પોલીસની આબરૂના કાંકરા કર્યા
અમદાવાદમાં બે પોલીસ કોન્સ્ટેબલે માત્ર રૂ.200 માટે ખાખીને લજવી છે. વટવા વિસ્તારમાં આ બે કોન્સ્ટેબલ હોમગાર્ડ સાથે મળીને રૂ.200ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે.
ACBને માહિતી મળી હતી કે અમદાવાદ શહેર-જિલ્લા તથા સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાં પોલીસ અધિકારી, કર્મચારી, જી.આર.ડી., ટી.આર.બી. તથા વચેટીયા, રોડ ઉપર આવતા-જતા વાહન ચાલકો પાસે કાયદેસરના કાગળો હોવા છતા, યેનકેન પ્રકારે બહાના કાઢી હેરાન કરી રૂ.200/- થી 5000/- સુધીની લાંચ લે છે. આ માહિતીને આધારે આવા લાંચિયા પોલીસકર્મી-જી.આર.ડી.- ટી.આર.બી. તથા વચેટીયાઓને લાંચ લેતા પકડવા માટે ACBએ ગામડી ત્રણ રસ્તા . એસ. પી. રિંગ રોડ , વટવા , અમદાવાદ શહેરમાં છટકું ગોઠવ્યું હતું. ACBએ એક જાગૃત નાગરિકને વાહનચાલક તરીકે મોકલ્યો હતો. આ દરમિયાન આ બે કોન્સ્ટેબલ તથા એક હોમગાર્ડે હેતુલક્ષી વાતચીત કરી રૂ.200ની લાંચની માગણી કરી હતી. આ દરમિયાન ACBએ આ ત્રણેયને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યાં છે. પકડાયેલા આરોપીઓના નામ
બળદેવભાઈ કાંતિભાઈ ચુનારા , હોમગાર્ડ, વટવા પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેર.
નવીનચંદ્ર રૂપાજી ડામોર , અનાર્મ પો. કો. બ. ન.5990 , વટવા પો સ્ટે. અમદાવાદ શહેર
અશ્વિનકુમાર કનૈયાલાલ બલાત , આર્મ પો. કો. (ડ્રાઈવર) બ. ન.
1439, વટવા પો. સ્ટે. અમદાવાદ શહેર.