અમદાવાદ મા.પોલીસ કમિશ્નર ના આદેશ મુજબ ચૂંટણી અનુસંધાને વાહન ચેકીંગ દરમિયાન ઈસનપુર પોલીસ ને મળી સફળતા
અમદાવાદ શહેરના મા.પોલીસ કમિશ્નર જ્ઞાનેન્દ્ર સિંઘ મલિક, સેક્ટર ૨ મા.બ્રજેશ ઝા તથા મા.નાયબ પોલીસ કમિશ્નર ઝોન ૬ ના રવિ મોહન સૈની દ્વારા મિલકત વિરુદ્ધ ના ગુન્હાઓ શોધી કાઢવા અને લોકસભાની ચૂંટણી આધારે વાહન ચેકીંગ કરવા અમદાવાદ શહેરના તમામ પોલીસ અમલદારોને સૂચનાઓ કરવામાં આવેલ હતી,
અમદાવાદ શહેર જે ડિવિઝનના એ.સી.પી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઈસનપુર પોલીસ સ્ટેશનના પીઆઈ બી.એસ.જાડેજા, ડી સ્ટાફના પી.એસ. આઇ પી.જી.ચાવડા તથા સ્ટાફના હે.કો.રૂસ્તમભાઈ, પો.કો.પૃથ્વીરાજસિંહ,મનદીપસિંહ,વસિમમિયા સહિતની પોલીસ ટીમ દ્વારા લોકસભા ચૂંટણી અનુસંધાને વાહન ચેકીંગ દરમિયાન શંકાસ્પદ એક્ટિવા મોટર સાયકલ નંબર જીજે-૨૮-વીએલ – ૩૭૩૯ સાથે આરોપીઓ (૧ ) હાર્દિક ઉર્ફે જીગર વિનોદભાઇ બારોટ ઉવ. ૨૭ રહે. જનતાનગર, રામોલ, અમદાવાદ, (૨) અલમાસખાન અલીમહમદ બ્લોચ ઉવ. ૧૯, રહે.નસીમ પાર્ક, રામોલ, અમદાવાદ તથા (3 ) કાયદાના સંઘર્ષ માં રહેલ કિશોરને પકડી પાડી એક્ટિવા નંબર આધારે પોકેટ કોપ એપ્લિકેશન માં સર્ચ કરતા આ એક્ટિવા દેવેન્દ્રસિંહ દૂર્જનસિંહ સિસોદિયા રહે.વ્હાઈટ હાઉસ,નવા નરોડા, અમદાવાદનું હોવાની તથા તેમનો સંપર્ક કરતા આ મળી આવેલ એક્ટિવા આજથી દોઢેક મહિના પહેલા બાકરોલ બજરંગ ખાતે આવેલ સ્વાગત એસ્ટેટથી ચોરી થયેલા નું અને આ બાબતે કણભા પોલીસ સ્ટેશન ખાતે પોતાના વાહનની ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ હોવાની હકીકત જણાઈ આવેલ હતી,
અમદાવાદ શહેર જે ડિવિઝનના એ.સી.પી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક ઈસનપુર પોલીસ સ્ટેશનના પી.આઈ બી.એસ.જાડેજા, ડી સ્ટાફના પી.એસ.આઇ પી.જી.ચાવડા તથા સ્ટાફના હે.કો. રૂસ્તમભાઈ, પો.કો. પૃથ્વીરાજસિંહ, મનદીપસિંહ, વસિમમિયા, સહિતની પોલીસ ટીમ દ્વારા બાતમી આધારે તેમજ લોકસભા ચૂંટણી આધારે સતત ચાલતા વાહન ચેકીંગ દરમિયાન પકડાયેલ આરોપીઓને ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કરતાં વધુ ત્રણ વાહનો ચોરી કરી નારોલ બ્રિજ નીચે રાખેલ હોવાની કબૂલાત કરતાં નારોલ બ્રિજ નીચેથી (૧) એક રોયલ એનફિલ્ડ બુલેટ મોટર સાયકલ કિંમત રૂ. ૨,૭૮,૨૨૦/- (૨) એક TVS જયુપિટર મોટર સાયકલ કિંમત રૂ. ૩૫૦૦૦/- તથા (૩) એક હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ કિંમત રૂ. ૩૦,૦૦૦/- સહિત કુલ ચાર મોટર સાયકલ કુલ કિંમત રૂ. ૩,૯૩,૨૨૦/- અંદાજે ચાર લાખના મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ અને સગીર સહિત ત્રણેય આરોપીઓને ઈસનપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી ધરપકડ કરવામાં આવેલ છે,
પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરવામાં આવતા, આ વાહન ચોરી ગેંગનો મુખ્ય સૂત્રધાર આરોપી હાર્દિક ઉર્ફે જીગર બારોટ જણાઈ આવેલ છે અને મૂળ છાલા ગામ, બારોટ વાસ તા.જી.ગાંધીનગરનો રહેવાસી છે આ હાર્દિક ઉર્ફે જીગર બારોટે પ્રેમ લગ્ન કરેલ હોઈ અને કોઈ કામધંધો ના હોય પોતાના ઉપર ઘર ચાલતું હોય મોટર સાયકલ ચોરીના રવાડે ચડી ગયેલ હતો, આ ગુન્હામાં પકડાયેલ સહ આરોપીઓ અલમાસખાન અલીમહમદ બલોચ તથા સગીર રામોલ જનતાનગર ખાતે મળતા હોઈ તેઓએ પણ મુખ્ય આરોપી હાર્દિક ઉર્ફે જીગર બારોટને મદદ કરી જુદી જુદી જગ્યાએ એકલ દોકલ પડેલ વાહનોના લોક તોડી વાહન ચોરી કરવાની મોડસ ઓપરેન્ડીથી કુલ ચાર વાહન ચોરી કર્યાની કબૂલાત કરવામાં આવેલ છે,
પકડાયેલ આરોપીઓ ખાસ આજુબાજુ કોઈ ના હોય અને વાહન પડેલ હોઈ તેવા વાહનને જ નિશાન બનાવતા હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે પકડાયેલ આરોપીઓ દ્વારા બે વાહન કણભા પોલીસ સ્ટેશન અમદાવાદ રૂરલની હદમાંથી, એક વાહન નારોલ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેરની હદમાંથી અને એક વાહન દહેગામ પોલીસ સ્ટેશન ગાંધીનગર જિલ્લા ખાતેથી ચોરી કરેલ હોઈ તમામ વાહનો બાબતે ઉપરોક્ત પોલીસ સ્ટેશનમાં ગુન્હાઓ દાખલ થયેલ હોય ત્રણેય આરોપીઓ આંતર જિલ્લા ગુન્હેગાર હોવાનું પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ છે,
ઈસનપુર પોલીસ સ્ટેશનના પી.આઇ બી.એસ.જાડેજા, પી.એસ.આઈ પી.જી. ચાવડા તથા સ્ટાફ દ્વારા આરોપી ઓની ધરપકડ કરી સઘન પૂછપરછ હાથ ધરી આ પ્રકાર ની મોડસ ઓપરેન્ડીથી ભૂતકાળમાં કબૂલાત કર્યા સિવાય બીજા કોઈ ગુન્હા આચારેલા છે કે કેમ…? કોઈ ગુન્હામાં પકડાયેલ કે વોન્ટેડ છે કે કેમ..? વિગેરે મુદાઓસર વધુ પૂછપરછ હાથ ધરી લાગતા વળગતા પોલીસ સ્ટેશનને આરોપી તથા મુદામાલ સોંપવા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
અહેવાલ, કેયુર ઠક્કર
અમદાવાદ