આજે ચુડાનાં મોજીદડ ખાતે હું મોદીનો પરિવાર અંતર્ગત ૯-સુરેન્દ્રનગર સંસદીય વિસ્તારમાં સભાનું આયોજન કરાયું હતું.

જેમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ સુરેન્દ્રનગર સંસદીય વિસ્તારનાં ઉમેદવાર ચંદુભાઈ શિહોરા તરફી મતદાન કરવા અનુરોધ કર્યો હતો. અને પાંચ લાખની લેડ સાથે જીતાડીને આપણા વિસ્તારનાં જનપ્રતિનિધિને દિલ્હીની ગાદી પર બેસાડવા માટે વધુમાં વધુ મતદાન થાય તે માટે ભાર મૂક્યો હતો.


વધુમાં તેમણે કહ્યું કે આજે દેશમાં એવી સરકાર કામ કરી રહી છે જેણે ૧૦ વર્ષમાં અગાઉની સરકારોની સરખામણીમાં દેશને વધુ મજબૂત બનાવવાનું કામ કર્યું છે. જ્યારે પણ દેશમાં નબળી અને અસ્થિર સરકારો હતી ત્યારે દુશ્મનોએ દેશ પર હુમલાઓ કર્યો હતા.નબળી સરકારનાં કારણે આતંકવાદ વારંવાર માથું ઊંચકી રહ્યો હતો પરંતુ આજે આતંકવાદની કમર તૂટી રહી છે.
કિરીટસિંહ રાણાએ કોંગ્રેસ પર પણ જોરદાર પ્રહારો કરતાં કહ્યું કે ભાજપની મજબૂત સરકાર છે જેણે કલમ 370 હટાવી, ટ્રિપલ તલાક નાબૂદ કરી અને સંસદમાં મહિલા આરક્ષણ લાગુ કર્યું.
કોરોનાનાં કપરાં સમયમાં સમગ્ર દેશવાસીઓને વેક્સિનથી સુરક્ષિત કર્યા હતાં તેમ જ આયુષ્યમાન ભારત કાર્ડ થકી આરોગ્ય કવચ પૂરું પાડ્યું છે
વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસે અયોધ્યામાં રામ મંદિર નિર્માણમાં અવરોધો ઉભા કર્યા હતા અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો બહિષ્કાર કર્યો હતો.
જનસભાને સંબોધતા તેમણે કહ્યું કે આજે ભારત એટલું મજબૂત બની ગયું છે કે તે પોતાનાં દુશ્મનોનાં ઘરમાં ઘૂસીને તેમને મારી નાખે છે. અને આજે ભારતનો ત્રિરંગો યુદ્ધ ક્ષેત્રમાં પણ સંરક્ષણની ગેરંટી બની ગયો છે.
વધુમાં તેમને મોજીદડ ગામનાં વીર શહીદ મહિપાલસિંહ વાળાની શહાદતને યાદ કરતાં કહ્યું હતું કે આજની આપણી ગુજરાત અને કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકાર લશ્કરી જવાનોને આન બાન અને શાનથી ઈજ્જત આપે છે. અને તેમના પરિવારો સાથે ઊભા રહે છે.

આ સમયે લીબંડી વિધાનસભાનાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, તનકસિંહ રાણા, લખધીરસિંહ જાદવ, અલ્પેશભાઈ શેખ સહિતનાં મોટી સંખ્યામાં ભાજપનાં કાર્યકરો તેમજ હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં


રિપોર્ટર
ભરતસિંહ પરમાર
સુરેન્દ્રનગર


આજે ચુડાનાં મોજીદડ ખાતે હું મોદીનો પરિવાર અંતર્ગત ૯-સુરેન્દ્રનગર સંસદીય વિસ્તારમાં સભાનું આયોજન કરાયું હતું.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *