અબ કી બાર ૪૦૦ ના લક્ષ્યને પરિપૂર્ણ કરવા ગામે ગામ કરી રહ્યા છે કાર્યકર્તા અથાગ પરિશ્રમ

વિરમગામ-માંડલ-દેત્રોજ અને નળકાંઠા વિસ્તારમાં મજબૂત બની રહ્યો છે મોદીનો પરિવાર.

આજે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં વિરમગામની પુણ્ય ધરા પરથી જનતાનો વિજયી હુંકાર થયો છે. વિરમગામ વિધાનસભાના ૩૩૬ બૂથમાંથી પધારેલા ૬૫૦૦ લોકોને મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે માર્ગદર્શન તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યોની માહિતી આપી હતી. સુરેન્દ્રનગર લોકસભાના ભાજપ ઉમેદવાર શ્રી ચંદુભાઈ શિહોરાને જંગી મતોથી જીતાડવાનો મારા સહીત હજારો કાર્યકર્તાઓ નીર્ધાર કર્યો છે. ભાજપ સરકારના વિકાસ કાર્યોથી પ્રેરિત થઈને આમ આદમી પાર્ટીના નેતા શ્રી અમરસિંહ ઠાકોર તેમજ કોંગ્રેસના હોદ્દેદારોએ કેસરિયો ધારણ કર્યો. છેલ્લ સવા વર્ષના ટૂંકા ગાળામાં વિરમગામ, માંડલ, દેત્રોજ અને નળકાંઠા વિસ્તારમાં રૂ.૭૦૦ કરોડથી વધુના વિકાસ કાર્યો આપવા બદલ સૌએ મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કર્યો.

બ્યુરો રિપોર્ટ, તેજ નેત્ર ન્યૂઝ

વિરમગામ


આજે વિરમગામ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિરમગામ વિધાનસભાના સામાજિક આગેવાનો સાથે સંવાદ કર્યો.

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *