૨ લાખથી વધારે સભ્ય સંખ્યા ધરાવતા ટીમ મોદી સપોર્ટર સંઘના ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન.
સામાજિક સમરસતાના ઉપક્રમે દિવ્યાંગ દિકરીઓ, અનાથ દિકરીઓ અને સમાજના છેવાડાના વર્ગની ગરીબ દિકરીઓના જીવનમાં ઉજાસ પાથરવાના શુભ આશયથી તારીખ ૨૧ એપ્રિલ ૨૦૨૪ ના શ્રી મહાવીર જન્મ કલ્યાણકના શુભ દિને ટીમ મોદી સપોર્ટર સંઘના ગુજરાત પ્રદેશ દ્વારા સૌ પ્રથમ વાર સર્વ સમાજના સમૂહ લગ્નનું આયોજન અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર આવેલ કુજાડ ગામમાં શ્રી ચારભૂજા મંદિર ખાતે થયેલ.
માત્ર એક મહિનાના ટૂંકા સમયગાળાના આયોજનથી થયેલ આ સમૂહ લગ્નમાં ગાયત્રી પરિવારના વિધિ વિધાનથી ચાર યુગલોની લગ્ન વિધિ સંપન્ન થયેલ, જેમાં ૨ લાખથી પણ વધારે સભ્ય સંખ્યાવાળા ટીમ મોદી સપોર્ટર સંઘ ગુજરાત પ્રદેશના આખા ગુજરાત રાજ્યમાંથી મહિલાઓ સહિત અનેક લોકો આવેલ અને ઉત્સાહભેર ભાગ લીધેલ.
ટીમ મોદી સપોર્ટર સંઘના મહામંત્રી શ્રી દર્શનભાઈ શાહ અને અન્ય પદાધિકારીઓ અને કાર્યકરોની અથાગ મહેનત અને આખાય ગુજરાત રાજ્યના દાનવીરોની સહાયથી આયોજિત થયેલ આ સમૂહલગ્નમાં સમાજના અગ્રણી લોકોએ ઉપસ્થિત રહી નવપરિણીત યુગલો અને વ્યવસ્થાપકોનો ઉત્સાહ વધારેલ.
શાસ્ત્રો અને શસ્ત્રોના અદભુત સમન્વયથી રક્ષિત ભારતીય સંસ્કૃતિના સંરક્ષણની ઉમદા ભાવના સાથે થયેલ આ સમુંહ લગ્ન ની ઘણી બધી વિશેષતા રહી, આ લગ્ન શ્રી ગાયત્રી પરિવારના બ્રાહ્મણો અને સ્વયંસેવકો દ્વારા સંપૂર્ણ સનાતની વિધિ વિધાન અને મંત્રોચ્ચારથી કરાવવામાં આવ્યા. જેમાં દરેક દીકરીઓને કરિયાવરમાં સોના ચાંદીની વસ્તુઓ અને ઘરવખરીની સાથે સાથે રક્ષા માટે કટારની ભેટ થી લઈને શિવ પુરાણ શાસ્ત્રની ભેટ આપવામાં આવી. સાથે સાથે ટીમ મોદી સપોર્ટર સંઘના ગુજરાત પ્રદેશના પ્રમુખ શ્રી પ્રવીણ ભાઈ નકુમની પ્રેરણાથી વ્યસનમુક્તિ માટે સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા.