પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં હનુમાન જન્મોત્સવ પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
આજરોજ તારીખ ૨૩/૦૪/૨૦૨૪ ને મંગળવાર ના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં હનુમાન જન્મોત્સવ પર્વ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આજના આ પવિત્ર દિવસે સવારે જગ્યા માં મારૂતિયજ્ઞ નું અને બપોરે ૩:૦૦ વાગ્યા થી ૧૦૮ અખંડ હનુમાન ચાલીસા પાઠ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં અને પાઠ માં જગ્યા ના મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા,પૂજ્ય શ્રી ભયલુબાપુ,પૂજ્ય શ્રી ગાયત્રીબા,પૂજ્ય શ્રી દિયાબા અને બાળ ઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ સહિત ખુબ મોટી સંખ્યા માં ઠાકર ના સેવકો વિહળ પરિવાર અને ગામ ના સૌ નગરજનો ખુબ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા આ પર્વ નિમિત્તે જગ્યા ની અત્યાધુનિક ગૌશાળા શ્રી બણકલ ગૌશાળા માં ગાયો ને ૨૫ મણ લાપશી ખવડાવવામાં આવી હતી અને જગ્યા માં સૌ કોઈએ હનુમાન જન્મોત્સવ ઉત્સવ ને ઉજવી પ્રસાદ લઇ ધન્યતા અનુભવી
અહેવાલ કનુભાઈ ખાચર