*અમદાવાદમાં યોજાનાર 147 મી રથયાત્રા ને લઈને ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ*
અમદાવાદમાં યોજાનાર 147 મી રથયાત્રા શાંતિ અને સલામતીના વાતાવરણમાં સફળતાપૂર્વક પાર પડે તે માટે પોલીસતંત્રની સજ્જતાની આજે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સમીક્ષા કરી.
ભગવાનના દર્શન માટે લોકો જૂના, જર્જરિત મકાનો કે ભયજનક ઇમારતોનો સહારો ન લે તે માટે પોલીસ અને સ્થાનિક પાલિકાતંત્ર સતર્ક રહે તે આવશ્યક છે. આવા પોઇન્ટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને લોકોને જાનમાલની સલામતીના કારણોસર ત્યાં જતા અટકાવવા ખાસ તાકીદ આ બેઠકમાં કરી.
રથયાત્રાના 16 કિલોમીટર લાંબા રુટ પર કાયદો-વ્યવસ્થાની જાણવણી તથા સુરક્ષા અને સલામતી વ્યવસ્થા માટે 18,700 થી વધુ સુરક્ષાકર્મીઓ ફરજરત રહેશે. રથયાત્રામાં જોડાનાર રથો, ટ્રક, અખાડા અને ભજન મંડળીઓ, મહંતશ્રીઓની સુરક્ષા માટે રથયાત્રા સાથે મુવિંગ બંદોબસ્તમાં 4500 જેટલા પોલીસકર્મીઓ જોડાશે.