સુરેન્દ્રનગર:-ચુડાનાં ગોખરવાળા ગામનાં ખેડૂત દિનેશભાઈ પરમારના ખેતરે નકલી બિયારણના મુદ્દે જિલ્લા ખેતીવાડી વિભાગનાં અધિકારીઓ દોડી આવ્યા.

ચુડાનાં ગોખરવાળાનાં ખેડૂત દિનેશભાઈ પરમાર સાથે છેતરપિંડી કરી નકલી બિયારણ પકડાવી દેવામાં આવ્યું હોવાની આશંકા વચ્ચે આજે સુરેન્દ્રનગર જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ બાગાયતી નિયામક સુરેન્દ્રનગર તથા ખેતીવાડી અધિકારી ચુડા, ગોખરવાળા ગામનાં દિનેશભાઈ પરમારના ખેતરે દોડી આવ્યા હતા.

ત્યારે સ્થળ ચકાસણી કરતા ખેડૂતોનાં સર્વે નંબર ૧૫૯માં અંદાજિત ૧૦ વીઘામાં ગુવારનો પાક ઉભો છે.

આમાં એગ્રો ફર્ટીલાઈઝર ચુડા પાસેથી ૨૫/૦૪/૨૦૨૪માં બીલ નંબર ૫૦૩ થી જથ્થો ૪ પેકેટ ૫૦૦ ગ્રામ જાત કમલ ૧૦૧ ઉત્પાદક ડાયનેમિક સીડ્સ હિંમતનગર દ્વારા ગુવારના પાકનું પેકિંગ ખરીદી કરી હતી.

ઉપરોક્ત પાકનું સ્થળ નિરીક્ષણ કરતા ગુવારના પાકમાં ફાલ ખૂબ જ ઓછો જોવા મળ્યો હતો. જેથી ઓછું ઉત્પાદન મળવાની શક્યતા સેવાઇ રહી છે.જેને અસર કરતા વિવિધ પરિબળો હોઈ શકે પરંતુ બિયારણની ગુણવત્તા નોંધનીય છે.ગુવારનો વાનસ્પતિક પાક વૃદ્ધ જોવા મળ્યો હતો પરંતુ ફાલ બેઠો નથીત્યારે આ અંગે ખેડૂતે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.ત્યારે ખેતીવાડી એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર દ્વારા જણાવાયું હતું કે માં એગ્રો ફર્ટીલાઇઝરના માલિકનાં સીસીટીવી ફૂટેજ જોવાના બાકી છે તેમજ જે બિલ આપ્યું છે તેમાં લોટ નંબર પણ મેચ થયો ન હતો.નોંધનીય છે કે ગુવાર સહિત અનેક ડુપ્લીકેટ બિયારણનો વેપલો ચુડા સહિત જિલ્લાભરમાં થયાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.દિનેશભાઈ પરમારના જણાવ્યા મુજબ સુરેન્દ્રનગર થી ખેતીવાડી અધિકારીઓ તપાસ માટે આવવાના હોય માં એગ્રો ફર્ટીલાઇઝર્સનાં માલિક દ્વારા બિયારણનો જથ્થો સગેવગે કરાયાં હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જો માં કૃપા ફર્ટિલાઇઝરનાં સીસીટીવી ફૂટેજ તેમજ આજુબાજુનાં દુકાનોનાં સીસીટીવી ફૂટેજની યોગ્ય તપાસ કરવામાં આવે તો સત્ય અવશ્ય બહાર આવશે.હવે જોવાનુંએ રહ્યું કે આ સમગ્ર ઘટનામાં દિનેશભાઈ પરમારને ન્યાય મળે છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ રહી છે કે પછી ભીનું સંકેલાઈ જશે તે જોવાનું રહ્યું.

અહેવાલ,ભરતસિંહ પરમાર

તેજ નેત્ર ન્યૂઝ,ચુડા ગુજરાત


*ચુડાનાં ગોખરવાળા ગામનાં ખેડૂત દિનેશભાઈ પરમારના ખેતરે નકલી બિયારણના મુદ્દે જિલ્લા ખેતીવાડી વિભાગનાં અધિકારીઓ દોડી આવ્યા.*

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *