ભચાઉ દારૂ કેસનાં આરોપી નીતા ચૌધરીને લીબંડી ના ભલગામડા પાસેથી ગુજરાત એટીએસ ની ટીમે કરી ધરપકડ.
ગુજરાત એટીએસની ટીમને ચોક્કસ બાતમીનાં આધારે વોચ ગોઠવી કચ્છ ગાંધીધામમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરીની લીબંડી નજીક ભલગામડાથી ધરપકડ કરી હતી.
આ અગાઉ નીતા ચૌધરી ભૂતકાળમાં સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવી વિવાદોમાં ઘેરાયેલી છે.નોંધનીય છે કે કચ્છનાં રીઢા બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથે દારૂ ભરેલી કાર સાથે પીએસઆઇ ડી.જે. ઝાલા પર નંબર પ્લેટ વિનાની ગાડી ચડાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો.
પીએસઆઇએ બચાવમાં સમય સૂચકતા દાખવી કારના બોનેટ પર ફાયરિંગ કરીને કારને ઉભી રખાવી હતી. ત્યારે બુટલેગર યુવરાજસિંહ અને નીતા ચૌધરીને ઝડપી લેવામાં આવ્યા હતા .ગુજરાત પોલીસની ઊંઘ હરામ કરનારી નીતા ચૌધરીને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે કચ્છની નીચલી કોર્ટ દ્વારા નીતા ચૌધરીને જામીન અરજી માન્ય રાખીને જામીન પર છોડી દેવામાં આવી હતી. આ ચકચારી કેસમાં આખરે સેશન કોર્ટે નીતા ચૌધરીનાં જામીન રદ કરી દીધા હતા. અને જેલના સળીયા પાછળ ધકેલી દેવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદ નીતા ચૌધરી કચ્છની પોલીસને ખો આપી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.ગુજરાત ATS ની ટીમે મંગળવારે દરોડો પાડીને નીતા ચૌધરી અને યુવરાજસિંહ જાડેજાને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી.
અહેવાલ,ભરતસિંહ પરમાર
તેજ નેત્ર ન્યૂઝ, સુરેન્દ્રનગર