સુરત ની ધ ગ્રાંડવિલા હોટલમાંથી 35 લાખ ના ડ્રગ્સ સાથે હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ વિકાસ આહીર, અન્નું લાકડાવાલા,ચેતન કિશન શાહુ અને લઘુમતી ભાજપ મોરચાના રેહાનજલિલ.અન્સારીની ધરપકડ
અમૂક સંગઠનનોને સારા સ્વભાવ વાળા પોતાનું સ્વમાન વધે તેવા માણસો સાથે જ રહેવું ન જ ગમે.
ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનો શું ખાસ મિત્ર વિકાસ આહીર પકડાયો છે. ડ્રગ પેડલર વિકાસ
સુરતમાં રૂ.50 લાખના MD ડ્રગ્સ સાથે ભાજપનો કાર્યકર તો છે જ પણ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનો ખાસ મિત્ર વિકાસ આહીર પકડાયો છે. ડ્રગ પેડલર વિકાસ સાથે અઝીઝ ખાન, મહમદ રેહાન, જાવેદની ધરપકડ થઈ છે.
જનતાને હિંદુ મુસ્લિમ કરાવી પોતે દોસ્ત બની બેઠાં છે.આવી ચર્ચાઓ સુરત મા ઠેર ઠેર થતી રહી છે
.શું ખરેખર હર્ષ સંઘવી નો વિકાસ આહીર ખાસ મિત્ર છે કે ખાલી રાજકીય નેતો સાથે ફોટાઓ પડાવી વિકાસ દ્રગ્સ ના વ્યવસાય સાથે સંકળાયેલ છે?
જો ખરેખર સાચી દિશામાં હર્ષ સંઘવી તપાસ કરાવી પ્રેસ કરે તો હકીકતો બહાર આવે….
હાલમાં તો નેતાઓ સાથેની તસવીરો સોશિયલ મીડિયાના.ફરતી થઈ છે….
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી હોટલમાં 354 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સની ડિલિવરી વખતે જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા 3 આરોપી માંથી એક આરોપી કથિત રીતે ભાજપનો કાર્યકર્તા પણ હોવાનું સામે આવ્યુ છે.
સાથે જ આ આરોપીને ભાજપના વરિષ્ઠ નેતા સીઆર પાટિલ અને હર્ષ સંઘવી સાથે ખાસ ઘરોબો હોય તેવા ફોટો પણ સામે આવ્યા છે.
૧ સુરત ઓયો હોટલમાંથી એમ.ડી ડ્રગ્સ સાથે પકડાયેલા યુવાનના નિવેદનમાં ડ્રગ્સ ગોરખધંધામાં ભાજપનો યુવા મોરચાનો સક્રિય કાર્યકર તેમજ હિંદુ યુવા વાહિની સુરત પ્રમુખ વિકાસ આહીર સામેલ હોવાનું બહાર આવ્યું છે. વિકાસ ગૃહરાજ્ય મંત્રીના મતવિસ્તાર મજુરા વિસ્તારમાં કાર્યકર છે.
આ ડ્રગ્સ ડિલરના ગૃહમંત્રી, પ્રદેશ પ્રમુખ, લિંબાયતના ધારાસભ્ય,
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી સાથેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.
જ્યારે ટેગલાઈનો અપાઈ છે, સાવધાન ભાજપને ઓળખો.
આ ડ્રગ્સ ડિલર છે. ગુજરાતમાં તમામ અપરાધીઓ ભાજપના કાર્યકર્તા છે.
કડાયેલા આરોપીઓમાં ભાજપ અને હિન્દુ સંગઠન સાથે વિકાસ આહીર તેના 2 સાગરીતો સાથે ઝડપાયો છે.
વિકાસ આહીર પોતાના આઈસ્ક્રીમના પાર્લર પર ડ્રગ્સ વેચતો હતો. વિકાસના 6 આઈસ્ક્રીમ પાર્લર છે. વિકાસની
સાથે ચેતન શાહુ અને અનિષખાન પઠાણની ધરપકડ કરાઇ છે. તેમની પાસેથી 354ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતુ. છેલ્લા 1 મહિનાથી પોલીસ આ ઈસમો પર વોચ રાખી રહી હતી. પોલીસ કમિશનરે કહ્યુ કે, આ કેસમા હાલ કોઈ રાજકીય કનેકશન સામે આવ્યુ નથી. જો કે તપાસ ચાલી રહી છે.35 લાખના ડ્રગ્સ સહિતની કાર એમ મળીને અંદાજે 50 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.ભાજપના યુવા મોરચાના કાર્યકર વિકાસ આહીર સામે ડ્રગ્સનો ગુનો નોંધાયો છે. એટલું જ નહીં શહેરમાં છ પોલીસ મથકમાં અલગ અલગ ગુના નોંધાયેલા છે. જેમાં ગોડાદરા પોલીસ સ્ટેશનમાં લૂંટ, સલાબતપુરામાં મારા મારી, ઉમરામાં રાયોટીંગ, લિંબાયતમાં રાયોટીંગ, ઉધનામાં મારા મારી, અમરોલીમાં અપહરણ અને સરકારી કામગીરીમાં અડચણના ગુના નોંધાયા છે.
આવા અસામાજીક તત્ત્વ સાથે ભાજપના નેતાઓના ફોટો વાયરલ થતા ચકચાર મચી છે.
મળતી માહિતી અનુસાર, એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે 21મી જુલાઈ ઉધના દરવાજા સાર કોપીરેટ સેન્ટરના સાતમા માળે આવેલી હોટલ ઘી ગ્રાન્ડ વીલા ઈનમાં દરોડા પાડ્યા હતા. જેમાં રાજસ્થાનથી કાર લઈને ૧ સુરત એમ.ડી.ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા ચેતન શાહુને ઝડપી લીધો હતો.
એસઓજીએ આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ગુનો નોંધી બાદમાં ડ્રગ્સ મંગાવનાર અનિષ ખાન અને વિકાસ આહીરને પણ ઝડપી લીધા હતા. એસઓજીએ તેમની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે સુરત પોલીસની ભીંસને લીધે તેમણે હવે મુંબઈને બદલે રાજસ્થાનથી ડ્રગ્સ ઘુસાડવાનું શરૂ કર્યું હતું. જોકે, તેમનો પહેલો પ્રયાસ જ પોલીસે નિષ્ફળ બનાવ્યો હતો. અનિષ ખાન અને વિકાસ આહીર સ્નેપચેટ અને ઈન્સ્ટાગ્રામ મારફતે ચેતનનો સંપર્ક કરી ડ્રગ્સનો ઓર્ડર આપતા હતા. ડ્રગ્સ આવ્યા બાદ વિકાસની સલાબતપુરા રૂપમ સિનેમા નજીકની આઈસ્ક્રીમની લારી તેમજ અન્ય આઈસ્ક્રીમ પાર્લર મારફતે વેચતા હતા. આ ઉપરાંત તે
ટુવ્હીલર અને કારમાં પોતાના જાણીતા ગ્રાહકોને પણ ડ્રગ્સની ડિલિવરી કરતા હતા. એસઓજીએ ડ્રગ્સ મંગાવનાર રેહાન અંસારી અને મોકલનાર જાવેદને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
અહેવાલ, અભિષેક પાનવાલા
સુરત