વાહન ચેકિંગ દરમ્યાન દેશી પિસ્ટલ નંગ-૧ તથા કારતુસ નંગ-૨ તથા ચાર મોબાઇલ ફોન સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી “આઇ” ટ્રાફીક પોલીસ સ્ટેશન ની પોલીસ ટીમ
મે.પોલીસ કમિશનર શ્રી જી.એસ મલીક સાહેબ, સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ટ્રાફીક એન.એન ચોધરી સાહેબ, નાયબ પોલીસ કમિશનર શ્રી ટ્રાફીક પુર્વ સફીન હસન સાહેબ, મદદનીશ પોલીસ કમિશનર શ્રી ટ્રાફીક “ડ” વિભાગ ડી.એસ. પુનડીયાસાહેબ,ઇ.પો.ઇન્સ.શ્રી સી.આર.રાણા “આઇ” ટ્રાફીક પો.સ્ટે. નાઓની સુચના મુજબ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે વાહન ચેકિંગ તેમજ ટ્રાફીક નિયમન કરવા સુચના કરેલ
જે અનુસંધાને “આઇ” ટ્રાફીક પોલીસ સ્ટેશનમા આવેલ ઓઢવ રિંગરોડ બીટમા આવેલ અદાણી સર્કલ પોઇન્ટ ખાતે પોલીસ અધીકારી તથા પોલીસ સ્ટાફના માણસો તથા ટી.આર.બી જવાન હાજર હતા અને વાહન ચેકિંગની તેમજ ટ્રાફીક નીયમનની કામગીરી કરતા હતા તે સમયે હાથીજણ સર્કલ તરફ થી આવતા રોડ ઉપર થી એક ફોરવ્હિલ ગાડી આવતા જેને રોકી જોતા સફેદ કલર ની મહીન્દ્રા એકસયુવી 300 મોડલની ફોરવ્હિલ ગાડી જેનો આર.ટી.ઓ નંબર જોતા RJ.29.CB.0781 નો હતો જેને ખોલાવી ચેક કરતા જેમા ત્રણ ઇસમો બેઠેલ હતા બાદ આ ગાડી ચેક કરતા ગાડીની ખાલી સાઇડની આગળની સીટના આગળના ભાગે નીચે પગ મુકવાના પ્લાસ્ટીકના કવર નીચેના ભાગે ચેક કરતા એક દેશી હાથ બનાવટનો તમંચો હોવાનુ જણાઇ આવતા ગાડીમાં બેસેલ ત્રણેય ઇસમોને નીચે ઉતારી નામઠામ પુછતા પોતે પોતાનુ નામ ૧. અંકિત પ્રકાશ S/o વૈદપ્રકાશ શર્મા ઉ.વ.૩૮ રહે- ૫/૬, પ્રતીક્ષા કૃષણનગર પુર રોડ ભીલવાડા રાજસ્થાન તથા નં.(૨) જગદિશચંદ્ર S/o ધર્મારામ સાલવી ઉ.વ.૨૫ રહે-નારયણ જીકા બીડા, વિજયપુરા ખામલી ઘાટ રાજસમદ રાજસ્થાન તથા નં.(૩) રાધેશ્યામ રામલાલ ભાટ ઉ.વ.૩૮ રહે-પોસ્ટ-બાધાના તા.ભીમ જી.રાજસમદ રાજસ્થાન નાનુ હોવાનું જણાવતા હોઈ જેઓને બે પંચો નાઓની હાજરીમાં એક દેશી હાથ બનાવટનો તમંચો તથા બે કારતુસ તથા ગાડી અને અન્ય મુદ્દામાલ સાથે કુલ કિ.રૂ.૫૨૯૨૧૦/- ની સાથે પકડી પાડેલ બાદ સદર પોઇન્ટ સ્થાનિક રામોલ પોલીસ સ્ટેશન ની હદમા આવતો હોઈ જેથી તેઓને મુદામાલ સાથે સ્થાનીક રામોલ પોલીસ સ્ટેશન ખાતે સોપવામા આવેલ અને તેઓના વિરૂધ્ધ રામોલ પોસ્ટે ગુ.ર.નં. ૧૧૧૯૧૦૨૪૨૪૦૭૩૦/૨૦૨૪ ધી આર્મ્સ એકટ કલમ ૨૫(૧-બી)એ, તથા જી.પી.એક્ટ ક. ૧૩૫ મુજબ ગુનો દાખલ કરવામા આવેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.> આરોપીઓ ના નામ – ૧. અંકિત પ્રકાશ S/o વૈદપ્રકાશશર્મા ઉ.વ.૩૮ રહે- ૫/૬, પ્રતીક્ષા ક્રુષણનગર પુર રોડ ભીલવાડા રાજસ્થાન> ૨. જગદિશચંદ્ર S/o ધર્મારામ સાલવી ઉ.વ.૨૫ રહે-નારયણ જીકા બીડા, વિજયપુરા ખામલી ઘાટ રાજસમદ રાજસ્થાન> ૩. રાધેશ્યામ રામલાલ ભાટ ઉ.વ.૩૮ રહે-પોસ્ટ-બાધાના તા.ભીમ જી.રાજસમદ રાજસ્થાન> કામગીરી કરનાર– ઇ.પો.ઇન્સ શ્રી સી.આર.રાણા, પો.સબ.ઇન્સ એન.એસ.પરમાર, મ.સ.ઈ- અર્જુનસિંહ મનસુખભાઈ બ.નં -૪૦૭૦, અ.પો.કો કૌશીકસિંહ દિપાજી બ.નં.૩૪૨૯, ટી.આર.બી જવાન- ૧ નાસીરખાન મકબુલખાન બ.નં ૩૩૫૭ – ૨. રવી ઓમપ્રકાશ બ.નં૧૨૨૮૯ ૩. ગૌરાંગભાઇચિમનભાઇ બ.નં ૨૧૬૫ ४. ગોપાલભાઇ નટુભાઇ બ.નં3366