*ગરીબ, મધ્યમ અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ રૂપી વિવેકાનંદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા ૬૦ દિવસથી શિક્ષણથી વંચિત વિદ્યાર્થીઓએ પકોડા તળીને પોતાની લાચારી વ્યક્ત કરવા અનોખો વિરોધ-પ્રદર્શન:
કોલેજનો સીલ ખોલવા અથવા ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવા કરેલ માંગ*
*વિદ્યાર્થી-વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જ્યોર્જ ડાયસ, પ્રકાશ નાયડુ તથા હસમુખ ભારતીય એક સંયુક્ત અખબારી નિવેદનમાં જણાવે છે કે,*
*અમદાવાદ શહેરની જૂની -જાણીતી ૧૯૬૮ થી રાયપુર દરવાજા પાસે આવેલ ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપી ગ્રાન્ટેડ વિવેકાનંદ કોલેજને સ્થાપીત હિતો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ મારી ૬૦ દિવસથી ચાર હજાર વિદ્યાર્થીઓના બગડી રહેલા શૈક્ષણિક કાર્ય અંગે વિદ્યાર્થીઓ એ વિવેકાનંદ કોલેજ ખાતે વિદ્યાર્થી-વાલી અધિકાર ગ્રુપના પ્રમુખ શ્રી જયોર્જ ડાયસ ની આગેવાની હેઠળ પકોડા તળી ને પોતાની લાચારી વ્યક્ત કરી અનોખો વિરોધ-પ્રદર્શન કર્યો હતો અને સીલ ખોલવામાં નહીં આવે તો ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવા માંગ કરવામાં આવી હતી*
*જો પ્રી-પ્રાઇમરી સ્કૂલો, હોટલો, ફૂડ કોર્ટ વગેરે ઇન્ફેક્ટ ફી ભરવાની શરતે સીલ ખોલવામાં આવ્યા છે.
એટલું જ નહીં કોલેજની બાજુમાં આવેલ ફટાકડાની દુકાનો પણ સીલ ખોલી દેવામાં આવેલ છે. સ્થાપીત હિતો માટે હજારો વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેંડા કરવામાં આવી રહી છે જે કોલેજે ઇમ્પેક્ટ ફી અંગે કાર્યવાહિ કરેલ હોય, સ્ટેમ્પ પેપર ઉપર એસ.ઓ.પી. પણ આપી દેવામાં આવી હોય અને મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ શરતો સ્વીકારી હોવા છતાં તેમજ વારંવાર રજૂઆતો છતા આજ દિન સુધી સીલ ખોલવામાં આવેલ નથી જે શિક્ષણ જગતની કમનસીબ ઘટના છે.
૩,૫૦૦થી ૪,૦૦૦વિદ્યાર્થીઓનું ભાવી જોખમમાં હોય,આ કોલેજમાંથી ડીગ્રી લઈ પાસ થયા હોય તેવા વિદ્યાર્થીઓને માસ્ટર ડિગ્રી,એમ.બી.એ., એલએલબી, બી.એડ. સહિતના અભ્યાસક્રમોમાં પ્રવેશ થી વંચિત થવા પામ્યાં છે.
એટલું જ નહીં ઉચ્ચ અભ્યાસ માટે જવા માગતા વિદ્યાર્થીઓ ના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન વગેરે ન થતા તેઓ વિદેશ માં પ્રવેશ મેળવી શકતા નથી માટે વિદ્યાર્થીઓના વિશાળ હિત માં કોલેજ નું સીલ વહેલામાં વહેલી ખોલવા ની માગણી કરવામાં આવી છે*