*મ્યુનિ. ના આસિ.TDO લાંચિયા ભોજક વિરુદ્ધ આ પ્રમાણસર મિલકતનો ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ*
*AMC પૂર્વ ઝોન વિરાટનગર ઓફિસના આસિ.TDO હર્ષદ ભોજકના બેંક લોકર માંથી 30 લાખના સોનાના બિસ્કીટ 40 લાખના દાગીના મળ્યા*
*લાંચિયા ભોજક પાસેથી ACB એ અત્યાર સુધીમાં રૂ.1.67 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત*
રૂ. 20 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા મ્યુનિ.ના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજપના બેન્ક લોકરમાંથી રૂ.30 લાખની કિંમતના સોનાના બિસ્કિટ અને 40 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને ચાંદીની પાટ મળી વધુ 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
આમ 3 દિવસમાં જ હર્ષદ ભોજક પાસેથી રોકડ, સોનું, ચાંદી અને દાગીના મળી રૂ.1.67 કરોડનો મુદ્દામાલ પકડાયો છે.
ગોમતીપુરની એક જમીનનું ટીડીઆર (ટ્રાન્સફરડેવલોપમેન્ટ રાઈટસ) નું સર્ટિફિકેટ આપવા બદલ રૂ.20 લાખની લાંચ લેતા મ્યુનિ.ની વિરાટનગરઓફિસના આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક અને ગર્વમેન્ટ એપ્રુઅલ એન્જિનિયર આશિષ પટેલ રૂ.20 લાખની લાંચ લેતા પકડાયા હતા.
ત્યારબાદ પોલીસેપ્રગતિનગર ખાતેના હર્ષદ ભોજકના ઘરે તપાસ કરતા રોકડા રૂ.73 લાખ અને રૂ.4 લાખની કિંમતનું સોનાનું બિસ્કિટ મળી આવ્યુ હતુ. એસીબીની ટીમેસેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની વાડજ બ્રાંચમાં આવેલુ હર્ષદ ભોજકનું લોકર ચેક કર્યુ હતું. તેમાંથી રૂ.30લાખની કિંમતના સોનાના બિસ્કિટ તેમજ ચાંદીની પાટો, સોનાના રૂ.40 લાખની કિંમતના દાગીના મળીઆવ્યા હતા.
*ગવર્મેન્ટ એપ્રુવલ એન્જિનિયર આશિષ પટેલ ભ્રષ્ટાચાર ના આ કૌભાંડનો નો મુખ્ય સૂત્રધાર હોવાની માહિતીના આધારે એસીબીની ટીમે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે*
એસીબીના અધિકારીઓનું કહેવુ છે કે હજુ ભોજકના પરિવારના સભ્યોના બેંક એકાઉન્ટની માહિતી, તેમના નામની મિલકતોની માહિતી મંગાવી છે. એસીબીએ અપ્રમાણસર મિલકતનો અલગથીગુનો નોંધવા તજવીજ શરૂ કરી છે.
એસીબીના અધિકારીઓનું કહેવું છે કે આશિષ પટેલ ગવર્નમેન્ટ એપ્રુલઅલ એન્જિનિયર હોવાથી તેને મ્યુનિ.ની તમામ ઝોનની કચેરીઓમાં અધિકારીઓ સાથે સાઠ ગાંઠ છે. જેના ઓથા હેઠળ મ્યુનિ.માં કોઈ પણ જમીનની ફાઈલ ટીડીઆર, પ્લાન પાસ, રજા ચિઠ્ઠી કે અન્ય કોઈ કામ માટે આવે તેની જાણ મ્યુનિ.માંથી આશિષ પટેલને કરી દેવાતી હતી.ત્યારબાદ આશિષ પટેલ જે તે જમીન માલિક કે બિલ્ડર સાથે મીટિંગ કરીને ફાઈલ ક્લિયર કરી આપવા માટે લાખો રૂપિયાપડાવતો હતો. આ પહેલા પણ આશિષની ઓફિસમાં ઘણા બધા બિલ્ડર – જમીન માલિકોએ પૈસાનો વ્યવહાર કર્યો હતો.
જેના આધારે એસીબી દ્વારા આશિષ પટેલની ઝીણવટભરી તપાસ શરુ કરવામાં આવી છે.
*જ્યારે બીજી બાજુ આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજક રાધનપુરનો વતની હોવાથી તેની મિલકતોની તપાસ માટે એસીબીની એક ટીમ ત્યાં રવાના કરવામાં આવી છે.*
અહેવાલ, રાકેશ પંચાલ
તેજ નેત્ર ન્યૂઝ, અમદાવાદ