સુરેન્દ્રનગર જિલ્લા માં અતિવૃષ્ટિથી ખેડૂતો ને જમીનધોવાણ અને ઉભા પાકોમાં મોટું નુકસાન

સમગ્ર જિલ્લા માં ડ્રોન સર્વે કરવામાં આવે અને મુખ્યમંત્રી કીશાન સહાય યોજના અંતર્ગત સહાય ચુકવવામાં આવે

સુરેન્દ્રનગર જિલ્લા માં ગત ૨૫-૨૬-૨૭ ઓગસ્ટ નો અતિભારે વરસાદ ખાબકતા અતિવૃષ્ટિ જેટલો વરસાદ ના આંકડા નોંધાયા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કીશાન કોંગ્રેસ ચેરમેન રામકુભાઇ કરપડા એ 👇 જણાવ્યું હતું કે

સુરેન્દ્રનગર ખાતે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ આવેલ અને સર્વે ની કામગીરી ચાલુ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું પણ કયારે સર્વે ની કામગીરી ચાલુ કરવામાં આવશે તે જણાવેલ નથી તો આ બાબતે પાંચ લાખ ખેડૂતો ના સર્વે નંબર ઉપર સર્વે થ‌ઈ શકે નહીં અગાઉ પણ આવી રીતે જાહેરાત કરી કોઈ સર્વે કામગીરી કરવામાં આવી નથી ત્યારે ડ્રોન દ્વારા સર્વે કરવામાં આવે તો સરળતા રહેશે અને ૨૦૨૦ થી પ્રધાનમંત્રી બીમા ફસલ યોજના કે સમગ્ર દેશમાં ચાલુ છે પરંતુ ગુજરાત માં જ બંધ કરી મુખ્યમંત્રી કીશાન સહાય યોજના અમલમાં મુકવામાં આવી છે ત્યારે તેના નિયમો મુજબ ખેડૂતો ને નુકસાન સહાય ચુકવવામાં આવે નહીં કે S.D.R.F. મુજબ ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કીશાન સહાય યોજના ૨૦૨૦ થી અમલમાં છે જેની જાહેરાત પાછળ અંદાજે ૫૦ લાખ રૂપિયા નો ખર્ચ સરકાર દ્વારા કરવામાં આવેલ છે પરંતુ છેલ્લા ચાર વર્ષ થી એકપણ ખેડૂત ને ૫૦ પૈસા પણ સહાય આજદિન સુધી ચુકવવામાં આવેલ નથી તે દુઃખદ બાબત છે કૃષિમંત્રી જાહેરાત સર્વે ની કરે છે પરંતુ છેલ્લા ચાર વર્ષ થી જમીની લેવલે ખેડૂતો ના ખેતર ઉપર કોઈ સર્વે ની કામગીરી કરવામાં આવેલ નથી ફકત ઓફિસ માં બેસી કોઈ નુકસાન નથી તેમ સર્વે રિપોર્ટ કરવામાં આવે છે તે પણ દુઃખદ બાબત છે અને ખેડૂતો ને જમીનધોવાણ પાક ધોવાણ પાક નિષ્ફળ ની કોઈ પણ પ્રકાર ની સહાય થી વંચિત જાણીજોઈને રાખવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લા ના ખેડૂતો ને છેલ્લા ચાર વર્ષ થી એકપણ સહાય ચુકવવામાં આવેલ નથી તો મુખ્યમંત્રી કીશાન સહાય યોજના અંતર્ગત જ ખેડૂતો ને સહાય ચુકવવામાં આવે પરંતુ એ પહેલાં સર્વે કામગીરી ડ્રોન મારફત તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે તેમ રામકુભાઇ કરપડા એ જણાવ્યું હતું હાલ ખેડૂતો ના પાક નુકસાન થયું છે તેમાં મોટોખર્ચ ખેડૂતો કરી ચુકયા છે અનો મોઢે આવેલ કોળીયો ઝુટવાય ગયો છે ત્યારે ખેડૂતો ને સહાય નિયમો મુજબ મળવાપાત્ર છે ત્યારે સર્વે ની કામગીરી મા વિલંબ ન થાય તેમ જણાવ્યું હતું


સુરેન્દ્રનગર જિલ્લા માં અતિવૃષ્ટિથી ખેડૂતો ને જમીનધોવાણ અને ઉભા પાકોમાં મોટું નુકસાન

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *