શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ સંચાલિત
ડી. રાજા વિદ્યા સંકુલ
નીમા ગર્લ્સ પ્રાયમરી સ્કૂલ,
નાનીકડી દ્વારા તારીખ -5/9/2024 ગુરુવારના રોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતી નિમિત્તે શાળામાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી શાળાના કુલ 49 વિદ્યાર્થીઓએ શિક્ષક – શિક્ષિકા તરીકે ભાગ લીધો હતો. આચાર્ય, ઉપાચાર્ય તેમજ પટાવાળાઓની પણ નિમણૂક કરવામાં આવી હતી. કુલ સાત તાસનું શૈક્ષણિક આયોજન કરવામાં આવેલું હતું.
જેમાં એક દિવસ માટે બનેલા શિક્ષક, શિક્ષિકા બહેનોએ વર્ગખંડમાં જુદા જુદા વિષય પર શિક્ષણકાર્ય કરાવ્યું હતું. અને વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સુંદર મજાની સમજ આપી વિદ્યાભ્યાસ કરાવ્યો હતો. સાત તાસના અંતે એક જનરલ સેશન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં એક દિવસ બનેલા શિક્ષકોએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા અને વિદ્યાર્થીઓએ પણ વર્ગમાં અભ્યાસ કરવાનો કેવો અનુભવ રહ્યો તેની પણ રજૂઆત કરી હતી. એક દિવસ માટે બનેલા પ્રિન્સિપાલશ્રીએ પણ પોતાના અનુભવ રજૂ કર્યા હતા jસુપરવાઇઝર રસિકભાઈ પટેલ સાહેબે એક દિવસ માટે બનેલા શિક્ષિકાઓને બોલપેનની ભેટ આપી હતી. કાર્યક્રમના અંતમાં શાળાના પ્રિન્સિપાલશ્રીએ નિત્તલબેન ગજ્જરે સર્વેનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
પત્રકાર – આશિષભાઈ પટેલ
કડી