*શ્રી ડી. રાજા વિદ્યા સંકુલ નાનીકડી ખાતે સ્વયં શિક્ષક દિનની થયેલ ભવ્ય ઉજવણી*
5 સપ્ટેમ્બર એટલે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને આખો ભારત દેશ સ્વયં શિક્ષક દિન તરીકે ઉજવી રહ્યો છે ત્યારે શ્રી ડી. રાજા વિદ્યા સંકુલ નાની કડી એ 3500 થી વધારે દીકરીઓને શિક્ષણ અને જીવન ઘડતરની તાલીમ માપી રહી છે.
ત્યારે આખા વર્ષમાં શિક્ષણની સાથે સહ- અભ્યાસિક પ્રવૃત્તિઓમાં અગત્યનું સ્થાન આપી અનેક દિવસોની ઉજવણીમાં આજે સ્વયં શિક્ષક દિન ની ઉજવણી સંસ્થાના નીમા ગર્લ સ્કૂલ , શ્રી ડી.જે પટેલ કન્યા વિદ્યાલય અને શાંતાબેન અમૃતલાલ પટેલ કન્યા છાત્રાલ માં દીકરીઓએ સંસ્થાના પ્રમુખશ્રી ,મંત્રી શ્રી, નિયામકશ્રી , પ્રિન્સિપાલ , સુપરવાઇઝર , શિક્ષક , ક્લાર્ક , ગ્રંથપાલ , ગૃહમાતા અને સેવક સુધીની જવાબદારી એક દિવસ પૂરતી નિભાવતા થાય અને જીવનમાં આવી કામગીરી દરમિયાન ધ્યાનમાં રાખવી પડતી બાબતો , નિર્ણયો અંગે નિષ્ઠાપૂર્વક ની જવાબદારી કેળવાય તે આજના ” સ્વયં જવાબદારી દિવસ’ તરીકે 350 થી વધારે દીકરીઓ જુદા જુદા કાર્યોનો અનુભવ કેળવે તે આજના દિવસનો હેતુ છે. સંસ્થા મંડળના જવાબદાર કાર્યકર ટ્રસ્ટીગણ વડીલ શ્રી માણેક ભાઈ, ચમનકાકા ,મંત્રીશ્રી રતિભાઈ અને મયંકભાઇ, રસોડાની જવાબદારી સંભાળતા ચંદુભાઈ પટેલના આયોજનથી તમામ દીકરીઓ અને સ્ટાફ ગણને સુંદર નાસ્તાનું આયોજન મંડળ દ્વારા સેવા ભાવનાથી કોઈ અપેક્ષા વગર સુવિધા પૂરી પાડવામાં આવી. દીકરીઓએ આખો દિવસ સ્વયં શિક્ષણ ના પાઠ શીખે અને અનુભવ કેળવે તેવા સાચા અર્થમાં ઉજવણી કરવામાં આવી.
પત્રકાર – આશિષભાઇ પટેલ કડી